બનાસકાંઠા માં વધુ એક નેતા એ સરકાર પર પ્રહારો કરી પાણી આપવા માંગ કરી ધાનેરાના બનાસડેરીના ડિરેક્ટર અને ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઈ પટેલનું પાણી બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે આંદોલન થાય તે પહેલાં સરકાર જાગે,બનાસકાંઠામાં ખેડૂતોના પાણીના પ્રશ્નો હલ કરે અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનું પાણી છીનવ્યું એ ખેડૂતોની હત્યા કરવા બરાબર છે વધુમાં પાણીના પ્રશ્ને પૂર્વ ધારાસભ્યે ધરણાં અને ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ભાજપ સરકાર ને જાટકણી થી બોલતા કહ્યું હતું કે કોંગ્રેસે બનાસકાંઠા ને પાણી આપવા ડેમો બાંધ્યા છતાં બનાસકાંઠાના પાણીનો અધિકાર છીણવાયો છે અને પાણી વેડફાય છે છતાં બનાસકાંઠાના ખેડૂતોને પાણી આપતા નથી તેમ જણાવ્યું હતું