ધાનેરા માં અગાઉ બોગસ ઓનલાઈન એપ છેતરપીંડી અને બ્લેકમેઈલ ની ધટના ની હજુ શાહી પણ સુકાઈ નથી ત્યાં જ વધુ એક ધટના સામે આવી છે ધાનેરા તાલુકાના એટા ગામના એક ખેડૂત સાથે લોન અપાવવાના બહાને શ્રવણભાઈ તગાભાઈ મેઘવાળ દેવદર્શન શોપિંગ સેન્ટરમાં શીવમ ફાયનાન્સ કંપની નામથી ઓફીસ ચલાવતા મુકેશભાઈ સમેળાભાઈ ડાભી રહે.કોટડા રવિયાવાળા વિરુદ્ધ એક ખેડુતે પોતાની સાથે એક લાખ ચુમોતેર હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરીયાદ કરતાં સમગ્ર ધાનેરા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.
ખેડુતે જણાવ્યા મુજબ પોતાને ખેતી કામે રૂપિયાની જરૂર હોવાથી શ્રવણભાઈને વાત કરેલ અને શ્રવણભાઈએ મને શીવમ ફાઈનાન્સ નામની ઓફીસ ચલાવતા મુકેશભાઈ પાસે લઈ ગયેલ ત્યારે આ મુકેશભાઈ એ પોતે લોન ઓફીસર હોવાની ઓળખ આપી મને અને મારા ભાઈઓને વિશ્ર્વાસમાં લઇને અમો ચારે ભાઈઓના ડોક્યુમેન્ટ તૈયાર કરાવી મની ચોઈસ સ્મોલ ફાઇનાન્સ લિમિટેડ ના નામે મિલકત તારણમાં આપેલ છે વધુ માં ખેડુતે ફરીયાદમાં જણાવ્યા મુજબ મુકેશ અને શ્રવણે અન્ય ઈસમો સાથે પણ લોન અપાવવાના બહાને ડોક્યુમેન્ટ.કોરાચેકો.લોન ફાઈલ ચાર્જ પેટે રૂપિયા લઈને છેતરપિંડી કરી છે.આ સિવાય પણ સમગ્ર ધાનેરા તાલુકાના અનેક ખેડૂતો સાથે પણ શ્રવણે અને મુકેશે ભેગા મળીને છેતરપિંડી કરી હોવાનુ ખેડુતે ફરીયાદમાં જણાવ્યું છે.જો ધાનેરા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો શિવમ ફાયનાન્સ નામની ઓફીસ ચલાવી બનાવટી લોન ઓફીસર બનીને લોન અપાવવાના બહાને ખેડૂતોની સાથે વિશ્રવાસધાત અને છેતરપિંડી કરનાર શ્રવણ અને મુકેશની જોડીનુ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનુ કૌભાંડ બહાર આવે તેમ છે