બનાસકાંઠા ના દાંતા તાલુકા ના આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાઈ હતી. જેમાં ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં કાર્યક્રમ ની શરૂઆત આદિવાસી સમાજના લોકો દ્વારા પરંપરાગત ઢોલ સાથે નૃત્ય કરી મહેમાનોનું સ્વાગત કરાયું જે બાદ ઉપસ્થિત મહાનુભવોનું સ્ટેજ પર ગુલદસ્તા આપી અને અભિવાદન કરાવ્યું હતું.આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત આગેવાનો તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેક વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાદમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હર્ષ ભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
