Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

૩હજાર થી વધુ કવોરી ઓ બંધ થતાં મધ્યમ વર્ગ ના ૧લાખ લોકો બેકાર થયા

ગુજરાતભરની ત્રણ હજાર જેટલી ક્વોરીઓના કર્સરો બંધ થતાં 50થી 75 હજાર જેટલા ડમ્પરોના પૈડા હાલ થંભી ગયા છે, તેની સીધે સીધી અસર બજાર ઉપર વર્તાઇ રહી છે. લાખો લોકોની રોજીરોટી 1 મેથી બંધ થઈ ગઇ છે. ક્વોરી ઉદ્યોગ બંધ હોવાનાના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. ધંધો બંધ છે, પરંતુ, વાહનો માટે લેવાયેલી લોનનું વ્યાજ ચાલુ છે તે ભરવુ પણ મુશ્કેલ બને તેમ છે, તેના કારણે ટ્રાન્સપોર્ટરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ઠેર ઠેર ડમ્પરોના ખડકલા જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લઈને ક્વોરી ઉદ્યોગ પુનઃ ધમધમતો કરાવે તેવી મધ્યમ વર્ગીય લોકો કાગડોળે રાહ જોઈને બેઠા છે.ગુજરાત બ્લેક સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ખજાનચી વિજય પટેલે જણાવ્યું હતું કે, ખાડા માપણી, પ્રાઇવેટ લીઝ, આરટીઓ અને ખાણ ખનીજનું મિલન સહિતના 17 મુદ્દાઓ સરકાર સમક્ષ મુક્યા હતા. પણ 10 વર્ષ બાદ પણ હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. અમારા મુદ્દાઓનું ઝડપી નિરાકરણ આવે તેવી અમારી સરકારને અપીલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્વોરી એસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને વારંવાર રૂબરૂ મોખીક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ 19 ડિસેમ્બર 2016માં સરકાર સાથે 17 મુદ્દાઓનું લેખિતમાં સમાધાન થયું હતું, તેમ છતાં રાજ્ય સરકારે ક્વોરી માલીકોને માત્ર આશ્વાસન સિવાય કંઈ ન આપતા કવોરી માલિકોએ હળતાલનું શાસ્ત્ર ઉગામવું પડ્યું હતું.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: