બનાસકાંઠા વડગામ ખાતે આજે કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. સાથે સાથે મોટાભાગના ધારાસભ્ય પોતાની સીટ બચાવવા માટે અને ફરીથી ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાડતા હોય છે તેવામાં ગેનીબેન ઠાકોરે જો તેમનાથી કોઈ સારો ઉમેદવાર મળે તો તેઓ કોંગ્રેસ ને જીતાડવા માટે તેમની સીટ પર છોડવા માટે તૈયાર હોવાનું નિવેદન આપ્યું હતું.આ સિવાય વધુમાં તેમણે હતું કે અત્યારે ભાજપ સરમુખ તાનાશાહી ચલાવી રહ્યું છે ત્યારે આવનાર ચૂંટણીમાં કોંગ્રેસે ના કાર્યકરોએ બૂથ ઉપર કટાર લઈને ઉભું રહેવું પડે તો પણ તૈયાર રહેવુ પડશે તેવુ જાહેરમાં નિવેદન આપ્યું હતું. ચૂંટણી જીતવા માટે ઝાંસીની રાણી કે ભગતસિંહ બનવું પડે તો પણ કોંગ્રેસના કાર્યકરો તૈયાર રહેશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર હંમેશા કોઇને કોઇ વિવાદિત નિવેદન આપતા રહે છે ત્યારે આજે વડગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પણ તેઓએ ફરી એકવાર તેમના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે
વડગામ : વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નું મોટું નિવેદન,જીગ્નેશ મેવાણી માટે વાવ સીટ ની ઓફર કરી
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#જીગ્નેશ મેવાણી માટે વાવ સીટ ની ઓફર કરી#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નું મોટું નિવેદન
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
