Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

હિન્દુ યુવા સંગઠન દ્વારા 15 મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રા નીકાળવામાં આવી

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા 15 મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રા રીસાલા ચોકથી ભવ્ય તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળી હતી. તેમજ રાજકીય પક્ષો સહિત વેપારી એસોસિયેશન દ્વારા પુષ્પવર્ષા કરી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતીનભાઇ સોની સાથે ડીસા શહેર પ્રમુખ હરેશભાઈ ઠક્કર તેમજ હિન્દુ યુવા સંગઠનના તાલુકા પ્રમુખ દિપકભાઈ કચછવા સાથે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ડી જે સાઉન્ડ સાથે નીકળેલ ભવ્ય ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. દેશભક્તિ ગીત સાથે સમગ્ર ડીસા શહેર આજે દેશભક્તિના રંગે રંગાયું હતું.અને ત્રિરંગા યાત્રા દરમિયાન દક્ષિણ પોલીસ દ્વારા સુંદર સહકાર પુરો પાડવામાં આવ્યો. અને આ તિરંગા યાત્રા રીસાલા બજાર થી નીકળેલ ત્રિરંગા યાત્રા એસ સી ડબલ્યુ હાઈસ્કૂલ થી અંબિકા ચોક બગીચા સર્કલ ફુવારા સર્કલ ભગવતી સર્કલ ગાંધીચોક થી રીસાલા ચોકમાં સમાપન કરાયું ત્રિરંગા યાત્રામાં હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતીનભાઇ સોની સહિત કાર્યકર્તાઓ મહાકાલ સેના ગુજરાત ના હોદ્દેદારો રંગત ગરબા ક્લાસિકના સંચાલકો સહિત ખૈલયાઓ અને મોટીસંખ્યામાં દેશભક્તો આજે ત્રિરંગા યાત્રામાં જોડાયાં હતાં

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: