Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

“ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકારે સિંચાઈ કામોને આપ્યું પ્રાધાન્ય: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા”

“ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકારે સિંચાઈ કામોને આપ્યું પ્રાધાન્ય: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા”

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સિંચાઈના કામોને પ્રાધાન્ય આપ્યું છે. રાજ્યમાં કેચ ધ રેઈન, સુજલામ સુફલામ્ સહિત ભૂગર્ભ જળને ઊંચા લાવવા જળ અભિયાનને લગતા અનેક કાર્યો થઈ રહ્યા છે.

ઉનાળાની ગરમીમાં કોઈપણ વ્યક્તિ કે પશુઓને પાણીની તંગી ના પહોંચે તથા છેવાડાના વ્યક્તિ સુધી પીવાનું પાણી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. દિયોદર, bhabhar સહિતના સ્થળોએ જ્યાં પાણી ઓછું પહોંચતું હોય તો ત્યાં વધુ પાણી કેવી રીતે આપી શકાય તે અંગે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરાઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠાના સુધારણાના કામો ચાલી રહ્યા છે. મીઠા ખાતે મંત્રીશ્રીએ વડાણા, ખારા, કુંવાળા, સનેસડા વગેરે ગામના ગ્રામજનો સાથે સંવાદ સાધીને જણાવ્યું હતું કે, જે ગામોમાં પાણી પુરવઠા યોજનાનું પાણી ના પહોંચતું હોય ત્યાં ટેન્કર, નવીન બોર ઊભા કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મીઠા સબ હેડ વર્ક્સ એ નર્મદા કેનાલ આધારિત બીકે ૪ ફેઝ ૩બી જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે. આ સેન્ટર ખાતે 10 લાખ લિટર ક્ષમતાનો1 ભૂગર્ભ સંપ તથા 10 લાખ લિટરની ક્ષમતાવાળી ટાંકી આવેલી છે. આ સેન્ટર ખાતેથી 11 ગામોની 26હજારથી વધારે લોકોને પાણી પહોંચાડવામાં આવે છે.

આ પ્રસંગે દિયોદર ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ, પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી કમલ ચૌધરી, પાણી પુરવઠા વિભાગના વિવિધ અધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: