Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વાવના યાત્રાધામ ઢીમા માં સરજૂદાસ મહારાજ ની મૂર્તિની પધરામણી કરવામાં આવી

બનાસકાંઠાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકા થી ઓળખાતા યાત્રાધામ ઢીમા ની અંદર વર્ષોથી મુંગા પશુઓના અન્નદાતા તરીકે પ્રખ્યાત થયેલા સરજૂદાસ મહારાજ થોડા સમય પહેલા જ દેવલોક પામેલ છે જેને લઈને રબારી સમાજ સહિત તમામ કોમના લોકો દ્વારા ઢીમા ગામની અંદર તેમની મૂર્તિનું આજરોજ તારીખ 04 07 2022 ના રોજ પધરામણી નો કાર્યક્રમ રાખેલ હોવાથી ઢીમા ગામના તમામ કોમના લોકો એક સાથે થઈને સરજૂદાસ બાપજી ની મૂર્તિની પધરામણી ને લઈને રબારી સમાજની ધર્મશાળા થી લઈને ગામની ચારે બાજુ બાપજી ની મૂર્તિ સાથે ફૂલેકું ફેરવવામાં આવ્યો હતુ જેમાં ઢીમા ગામના તમામે કોમના લોકો એક થઈ ને મૂર્તિની પધરામણીની ઉજવણી ધામ ધુમ પૂર્વક ઉત્સવ કરવામાં આવયો હતો  જોકે જ્યારથી ઢીમા માં તેઓ આવ્યા ત્યારથી લઈને દેવલોક પામ્યા ત્યાં સુધી ગામની અંદર તમામ રખડતી ગાયો માટે રાત દિવસ એક કરી ચોમાસું હોય કે ઉનાળો શિયાળો હોય પણ જ્યાં સુધી રખડતી ગયો ને ભરપૂર ઘાસચારો સાંજ સવાર આપીને બાકીની જે પણ તેમની કામગીરી હોય તે કરવાની આવી નેમ સાથે છેલ્લા શ્વાસ સુધી તેમના દ્વારા આવી સેવા કરવામાં આવતી હતી જોકે તે વખતની ગામની લગભગ 300 થી પણ વધારે ઢીમા ગામની અંદર રખડતી ગાયોને ઘાસચારો પાપડી સહિતનો ખોરાક સરજુદાસજી મહારાજ દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો હતો. જોકે સમય જતા બાપજી દેવલોક પામતા આ રખડતી ગાયોની સંભાળ ઢીમા ગામના નવ યુવાનો બીડુ ઉપાડ્યૂ હતુ જેથી આજે 300 થી પણ વધારે ગાયોનું ભરણપોષણ કરવામાં આવી રહ્યું છે જે અત્યારે ગૌભક્તો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઉદાર હાથે લોકફાળા  કરવામાં આવી રહ્યું છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: