ડીસા શહેરના નહેરુનગર ટેકરા વિસ્તારમાં રહેતો વિશાલ ઠાકોર બે દિવસ પહેલા તેમના જ વિસ્તારમાં રહેતી મનીષા ઠાકોર નામની યુવતીને ભગાડી ગયો હતો. આ ઘટના બનતા યુવતીનો ભાઈ જગદીશ ઠાકોર યુવકના પરિવારજનોને ઠપકો આપવા ગયો હતો. તે દરમ્યાન યુવકના ભાઈ રાજેશ ઠાકોર, કિશન ઠાકોર અને કનું ઠાકોરે યુવતીના ભાઈ જગદીશ ઠાકોર પર હુમલો કરીને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જગદીશ ઠાકોરને ડીસા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન જગદીશ ઠાકોરનું મોત નિપજતા આજે મૃતક જગદીશ ઠાકોરના પરિવારજનો ડીસા શહેર ઉત્તર પોલીસ મથક ખાતે ધસી આવ્યા હતા અને આ ઘટનામાં પોલીસ દ્વારા આ મામલાને દબાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા અને આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલિક હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની અટકાયત કરવાની માંગ કરી છે.
ડીસા શહેરમાં આવેલા નેહરુ નગર ટેકરા વિસ્તારમાં હત્યા બાદ હોબાળો
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#The eruption took place in the Nehru Nagar hill area in Deesa city#ગુજરાત#ડીસા શહેરમાં આવેલા નેહરુ નગર ટેકરા વિસ્તારમાં હત્યા બાદ હોબાળો#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
