ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે જોવા જઈએ તો શહેરી વિસ્તારને છોડી હવે ચોર ટોળકી ગ્રામીણ વિસ્તારોમાં સક્રિય બની ગઈ છે અને એક બાદ એક ચોરીઓની અનેક ઘટનાઓ સામે આવી રહી છે વારંવાર ગ્રામીણ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવતા ગ્રામીણ વિસ્તારના લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામે તા. 3 જુલાઈ ની રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ ત્રણ દુકાનમાં મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા 20 હજાર ના મુદ્દામાલ ની ચોરીની ફરીયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોધાઈ હતી. આથી ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરી ના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફ દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓની તપાસમા હતા. જે દરમિયાન મનીષભાઇ વરસંગભાઇ ઠાકોર (ઝેરડીયા) રહે, બાઇવાડા, તા. ડીસા, અનારજી ખેમાજી ઠાકોર રહે, ધરપડા, તા. ડીસા અને જ્યંતીભાઇ ઉર્ફે જેણો છગનભાઇ પરમાર (વાલ્મીકી) રહે, બાઇવાડા, તા. ડીસા ને અટક કરી ચોરીમાં ગયેલ મોબાઇલ નંગ-૧ અને રોકડ રકમ રૂપિયા આઠ હજાર મળી કુલ નવ હજાર રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડીસા ના બાઈવાડા ગામે થયેલ ચોરી નો ભેદ ઉકેલાયો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#ડીસા#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા માર્કેટ ના આજના ભાવ#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
