બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ સુઇગામ તાલુકા નુ મામણાગામે આજ રોજ પ્રાથમિક શાળા ખાતે સુઇગામ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ મેવાભાઈ કલાલ (સુઈગામ તાલુકા પંચાયત પ્રમુખ)નાઓના અધ્યક્ષ સ્થાને યોજાયો રાજય સરકારશ્રીની પ્રજાલક્ષી વ્યકિતગત યોજનાઓનો લાભ પ્રજાને મળતો રહે, વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળ–વાઈ રહે તે માટે વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ લોકોના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે મળી રહે તેવા હેતુથી તાલુકા કક્ષાએ ”સેવા સેતુ કાર્યક્રમ” તા૨૯/૧૦/૨૦૨૧ ને શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી મમાણા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મમાણા, લીંબાળા, કાણોઠી, ચાળા,ધનાણા, મોતીપુરા અને બેણપ નો સમાવેશ કરવામાં આવ્યો. લોકોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓમાં જુદા જુદા જાતિ, આવક, નોન-ક્રિમીલીયર વગેરે પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી કામગીરી, દાકતરી તપાસ અને સારવાર, બેંકને લગતી કામગીરી, આધારકાર્ડ, એસ.ટી. બસ પાસ, આર્થિક લાભની સેવાઓ, મહેસુલી સેવાઓ વગેરે જેવી વિવિધ ૫૭ સેવાઓનો ઉપરના સાત ગામોના લોકોઍ લાભ લીધો હતો જેમાં સુઈગામ તાલુકા પ્રમુખ તેમજ મામલતદાર પ્રવીણદાન ગઢવી ટીડીઓ સાહેબ ટી પી ઑ પથુભાઇ માળી CDpo હંસાબેન પંડ્યા આરોગ્ય અધિકારીઓ સુઈગામ આ કાર્યક્રમમાં હાજર રહેલ
સુઈગામ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ..
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
