માંગરોલ, દેગડીયા — ઉમરપાડા તાલુકા મથક ખાતે તા. 5 મી ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રૂ. 711 કરોડ ના ખર્ચે નિર્માણ થનારી કરજણ તાપી લિંક પાઇપ લાઇન ઉદૃવહન સિંચાઇ યોજના અને વાડીગામે રૂ. 51 કરોડ ના ખર્ચે નિર્માણ થનાર સૈનિક સ્કૂલનુ ખાતમુર્હુત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરશે
રાજ્ય સરકાર દ્વારા સિંચાઈના પાણીથી વંચિત રહેલા ઉમરપાડા તાલુકાના ૫૧ ગામો અને ડેડીયાપાડા તાલુકાના 22 ગામો ને સિંચાઇનું પાણી આપવા માટે રૂપિયા 711 કરોડની તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઇ યોજના મંજૂર કરવામાં આવી હતીતેમજ વાડી ગામે રૂ.51 કરોડના ખર્ચે નિર્માણ થનારી સૈનિક સ્કૂલના બિલ્ડિંગ નું ખાતમુહૂર્ત તા 5 મી ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ઉમરપાડા ખાતે કરશે મુખ્યમંત્રી મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇને સમગ્ર સરકારી તંત્ર દોડતું થઇ ગયું છે આ કાર્યક્રમમાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત સંખ્યાબંધ મંત્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહેશે કાર્યક્રમને લઇ તૈયારીઓ ચાલી રહી છે તાલુકા મથક ખાતે હેલીપેડ તેમજ મંડપ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે સાથે મુખ્યમંત્રીના કાર્યક્રમ તૈયારીના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા નાયબ પોલીસ વડા સી એમ જાડેજા અને ઉમરપાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે ડી ભરવાડ વગેરે મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળ નુ નિરીક્ષણ કર્યું હતું માર્ગ અને મકાન વિભાગ ના ઇજનેર અમિષભાઈ પટેલ સહિત સરકારી વિભાગ ના મહત્તમ અધિકારીઓ એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારી શરૂ કરાઇ છે બીજી તરફસ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ ઉમરપાડા તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો સતત દેખરેખ રાખી રહ્યા છે
ઉમરપાડામાં તા.5 એ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ૭૧૧ કરોડની સિંચાઈ યોજના અને 51 કરોડના ખર્ચે બનનારી સૈનિક સ્કૂલ નું ખાતમુહૂર્ત કરશે
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
