વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 મેના રોજ ગુજરાત સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી આજે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પ્રાપ્ત થતી વિગતોમાં રાજકોટ જિલ્લાના કાર્યક્રમની અંદર તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.સૌરાષ્ટ્રમાં એક દિવસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેને લઈને તડામાર તૈયારીઓ અત્યારથી જ ચાલી રહી છે.ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થશે. ત્યારે આજે સીઆર પાટીલની આગેવાનીમાં 9 જીલ્લાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. તેમ બીજેપી નેતા ભરત બોધરા એ જણાવ્યું હતું.તમામ સમાજના આગેવાનો સાથે રીવ્યુ બેઠક માટે આજે સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમીક્ષા પીએમના કાર્યક્રમની લઈને કરવામાં આવી હતી. લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે તેવું તેમને કહ્યું હતું.3થી 3 લાખ 50 હજાર સુધીની જનમેદનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે, જ્યાં મોટી સંખ્યામાં બહેનોને પણ આમંત્રણ અપાયું છે. સમગ્ર સૌરાષ્ટ્રના દરેક આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બધાએ અમારા આમંત્રણને સ્વીકાર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં નરેશ પટેલ સહીતના તમામ સમાજના આગેવાનને આમંત્રણ અપાયું
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
