આજરોજ ડીસા તાલુકાના ગોઢા ફાટક પાસે નીલગાય ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી આજે ડીસા તરફથી પુરપાટ ઝડપે ગોઢા ફાટક તરફ આવી રહેલ ટ્રેનની સામે ફાટક પાસે દોડવા છતાં નીલગાય ટ્રેનની અડફેટે આવી ગઈ હતી ટ્રેનની ટક્કર લાગતા નીલગાય દૂર સુધી ફેકાઈ હતી જેથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી ટ્રેનની ટક્કર લાગતા તે ફાટકની સાઈડમાં તડપી રહી હતી તેની જાણ આજુબાજુના લોકોને થતા તેઓએ તાત્કાલિક ડીસા રાજપુર પાંજરાપોળ નો સંપર્ક કર્યો હતો જેથી રાજપુર પાંજરાપોળ ખાતે ફરજ બજાવતા મકશીભાઈ રબારી તાત્કાલિક ગોઢા રેલવે ફાટક એમ્બ્યુલન્સ લઈને દોડી આવ્યા હતા અને ટ્રેનની અડફેટે આવેલ ઇજાગ્રસ્ત નિલગાયને સારવાર અર્થે ડીસા રાજપુર પાંજરાપોળ ખાતે લાવવામાં આવી હતી.
ડીસા તાલુકાના ગોઢા ફાટક પાસે ટ્રેનની ટક્કરે નીલ ગાય ધાયલ થતાં સારવાર અર્થે રાજપુર પાંજરાપોળ લવાઈ
Tags:
#Nile cow injured in train collision near Godha gate of Deesa taluka Rajpur Panjrapol brought for treatment#www.yehhainewsindia.com#આજ ના સમાચાર#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા તાલુકાના ગોઢા ફાટક પાસે ટ્રેનની ટક્કરે નીલ ગાય ધાયલ થતાં સારવાર અર્થે રાજપુર પાંજરાપોળ લવાઈ#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
