Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમી દરમ્યાન જો કોઈ નોનવેજ વેચશે તો થશે મોટો દંડ

શ્રાવણ માસનો મહિનો પાસે આવી રહ્યો છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે તમામ કતલખાના બંધ રાખવા મ્યુનિ. કમિશનરનો આદેશ. આ સમય દરમ્યાન નોનવેજનાં વેચાણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સહિત જન્માષ્ટમીમાં પણ નોનવેજનાં વેચાણ અને કતલ ખાના બંધ રાખવા આદેશ ફરમાવ્યો છે. રાજકોટમાં આગામી સપ્તાહથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો શુભ આરંભ થઇ રહ્યો છે. શ્રાવણમાં સોમવારનું સવિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ માસના ચાર સોમવાર અને જન્માષ્ટમીના તહેવારમાં કતલખાના બંધ રાખવા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આજે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે આગામી શ્રાવણ માસના ચાર સોમવાર અર્થાત 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર 19મી ઓગસ્ટના રોજ મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી તેમજ ચીકનનું વેંચાણ કે સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ ફરવવામાં આવ્યો છે. તમામે આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ધી જીપીએમસી એક્ટ-1949 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા તહેવારો, ગાંધીજયંતિ, સાધુ વાસવાણી જયંતિ સહિતના દિવસોમાં કતલખાના બંધ રાખવા માટેનો જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: