Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ગુલાબી ઠંડી માં જામ્યું ચોમાસુ, વહેલી સવારથી જ ગુજરાત ના વિવિધ વિસ્તારો માં વરસાદી ઝાપટું

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની વાત કરીયે તો આજે વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ રહેલ હોવાથી સવારથી કમોસમી વરસાદ શરૂ થઇ ગયો છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર આમ શિયાળામાં પણ સાર્વત્રિક વરસાદ આવી પહોચ્યો છે.  મહેસાણા જીલ્લામાં પણ વડનગર, વિસનગર,ખેરાલું, સતલાસણા આમ તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં બનાસકાંઠાના કાંકરેજ, થરા અને દિયોદર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. જેના કારણે ખેતી પાકમાં નુકસાનની સાથે સાથે રોગચાળાની પણ દહેશત ફેલાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ભર શિયાળામાં રોડ રસ્તા અને ખેતરો પાણીમાં ફેરવાઇ ગયા છે.

જાણવા મળતી માહિતી અનુસાર શિયાળા ની ગુલાબી ઠંડી માં ખેડૂતો પોતાના પાક નો બગાડ થતા નિરાશ થઇ ગયા હતા જેમાં વહેલી સવાર થી લોકો પોત પોતાના નોકરી ધંધા જતા હોય છે પરંતુ વહેલી સવાર થી કમોસમી વરસાદ ના લીધે લોકો ધરમાં પુરાયા હતા ખેડૂત ની વાત કરીએ તો અત્યારે શિયાળા ની સીજન હોઈ એરંડા ,ડુંગળી ,ગવાર તેમજ નવા પાક ની વાવણી ધઉ ની વાવણી ની સાથે કમોસમી વરસાદ થવાથી ખેડૂતો ના ખેતર પાણી પાણી થઇ ગયા છે જો કે વાવેલ પાક પાણી માં તરી જતા ભારે નુકશાન ભોગવવા નો વારો આવ્યો છે તો બીજી બાજુ છેલ્લા ૫ દિવસ થી હવામાન વિભાગ દ્વારા આગાઈ કરવામાં આવી છે જેમાં વાદળ છાયા વાતારણ થી ખેડૂતો ચિંતિત છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: