દરેક શહેરનો વિકાસ તેની સુંદરતા અને વિકાસના આધારે હોય છે. ત્યારે ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન ચાલી રહી છે અને તેમના શાસનમાં અત્યાર સુધી ડીસા શહેરમાં અનેક વિસ્તાર ના કામો પણ થયા છે અને હાલમાં ચાલુ પણ છે પરંતુ આજે પણ ડીસા શહેરમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં આજે પણ લોકો ખરાબ રસ્તાઓ ખરાબ ગટરો અને લાઇટની વ્યવસ્થા ન હોવાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારમાં આવેલ મહાદેવજીના મંદિરની પાસે સોથી પણ વધુ પરિવાર વસવાટ કરે છે પરંતુ બાજુમાં આવેલી સોસાયટીનું ગંદુ પાણી ગટરો મારફતે આ વિસ્તારમાંથી પસાર થતા આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને ગટરના ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં લોકો નથી તો રસોઈ બનાવી શકતા કે નથી તો અહીંથી પસાર થઈ શકતા. એક બાજુ કોરોનાવાયરસ ની મહામારી એ માથું ઉચક્યું છે તો બીજી તરફ સતત આ વિસ્તારમાં ગંદકીના કારણે બીમારીનું પ્રમાણ વધવાનો ડર લોકોને સતાવી રહ્યો છે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ઘટનાઓનો યોગ્ય નિકાલ કરવા માટે અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં પણ આજદિન સુધી આ વિસ્તારમાં ગટર વ્યવસ્થા ન કરવામાં આવતા આખરે આજે આ વિસ્તારની મહિલાઓએ કંટાળીને નગરપાલિકા વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક ધોરણે જો આ નાણીઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ગંદા પાણીથી સ્થાનિક લોકો પરેશાન
Tags:
#Locals disturbed by open sewage in Deesa's regiment area#ખુલ્લી ગટરમાં ગંદા પાણીથી સ્થાનિક લોકો પરેશાન#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના સમાચાર#ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
