Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસાના ભીલવાસ વિસ્તાર માં યુવક પર ફાયરિંગ ધટના

ડીસામાં ગુનેગારો બેફામ બન્યા છે અને હવે આ ગુનેગારોને પોલીસનો ભય પણ નથી રહ્યો… શહેરમાં ભરબજારમાં સામાન્ય લોકો પણ ફાયરિંગ કરી રહ્યા છે.. ત્યારે ડીસા શહેરના ટેકરા વિસ્તાર પાસે આવેલ ભીલવાસ વિસ્તારમાં ત્રણ યુવકો વાતો કરી રહ્યા હતા. તે દરમ્યાન કિશોર લુહાર નામનો શખ્સ બાઈક લઈને આ ત્રણ યુવકો પાસે પહોંચ્યો હતો. જ્યાં કિશોર લુહારે આ ત્રણે યુવકને કહેલ કે તમે અહીંયા કેમ બેઠા છો તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. જેથી આ ત્રણેય યુવકોમાંથી મહેન્દ્ર નામના યુવકે કિશોરને અપશબ્દો બોલવાની ના કહેતાં કિશોર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. તેની પાસે રહેલ રિવોલ્વર નીકાળી અને હવામાં ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ કિશોર લુહારે અરવિંદસિંહ રાજપૂત નામના યુવકના પગમાં ગોળી મારી દીધી હતી.. અને બાદમાં કિશોર લુહાર નામનો શખ્સ ત્યાથી ફરાર થઈ ગયો આ ઘટનાને પગલે ઘટનાસ્થળ સ્થળ પર બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને અરવિંદ રાજપૂતને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગોળીથી ઘવાયેલા યુવકને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો.. યુવક પર ફાયરિંગ કર્યા બાદ કિશોર લુહાર રિવોલ્વર લઈને શહેરના મધ્યમાં ફુવારા સર્કલ નજીક આવેલી મહાલક્ષમી મેડિકલ ખાતે પહોંચ્યો હતો. અને તેની પાસે રહેલી રિવોલ્વરથી મેડિકલ સ્ટોર પર આવતા લોકોને ડરાવી રહ્યો હતો.. અને રિવોલવાર જોઈને ત્યાં પણ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.. આ ઘટનાને જાણ થતાં ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.. રિવોલવર સાથે કિશોર લુહારને દબોચી લીધો હતો.. આ ઘટના બનતા ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા..

ડીસા જેવા નાના શહેરમાં જે રીતે આવા અસમાજિક તત્વો જાહેર સ્થળો પર રિવોલ્વર જેવા ઘાતક હથિયારો લઈને લોકોને ડરાવી રહ્યા હોય ત્યારે સમજી શકાય છે કે ડીસામાં કાયદાની સ્થિતિ કેટલી કથળેલી છે.. ત્યારે નિરંકુશ બનેલા આવા અસમાજિક તત્વો પર કાયદાનો ડર બેસાડવા માટે પોલીસે દાખલરૂપ કાર્યવાહી કરવી જોઇયે તેવી લોકો માંગ કરી રહ્યા છે..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: