Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ઉમરપાડા માં તા.5 મી એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રૂ. 711 કરોડ ની તાપી કરજણ લિંક પાઇપ લાઇન ઉદૃવહન સિંચાઇ યોજના નું ભૂમિ પૂજન કરશે..

કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ મુખ્યમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા અધિકારીઓ સાથે બેઠક યોજી
માંગરોલ, દેગડીયા — ઉમરપાડા તાલુકા મથક ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તા.5 મી ના રોજ રૂ. 711 કરોડના ખર્ચે નિર્માણ થનાર તાપી કરજણ લિંક પાઇપ લાઇન ઉદૃવહન સિંચાઇ યોજના નું ભૂમિ પૂજન કરશે.

નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ કરજણ નદીનો ડેમ તેમજ બીજી તરફ તાપી નદી ઉપરનો ઉકાઈ ડેમ હોવા છતાં વચ્ચેના ત્રણ જિલ્લાનો કેટલોક વિસ્તાર સિંચાઈના પાણીથી ખેડુતો વંચિત છે આ વિસ્તારમાં સંપૂર્ણ પણે આદિવાસી ખેડૂતો વસવાટ કરી રહ્યા છે આવા ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા તાપી કરજણ લિંક પાઇપ લાઇન ઉદ્વહન સિંચાઇ યોજના નું નિર્માણ રૂ.711 કરોડના ખર્ચે થનાર છે જેમાં ઉમરપાડા તાલુકાના ૫૧ ગામો તેમજ દેડીયાપાડા તાલુકાના 22 ગામના નો આ યોજનામાં સમાવેશ થયો છે ઉદૃવહન સિંચાઇ યોજના હેઠળ ઉમરપાડા તાલુકાના તમામ ખેડુતોને સિંચાઈના પાણીનો લાભ મળશે કુલ 5370 એકર જમીન ને સિંચાઇનું પાણી આપવા મહત્વપૂર્ણ યોજના સરકારે બનાવી છે ત્યારે 5 મી ના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉમરપાડા ખાતે આ યોજના નું ભૂમિ પૂજન કરનાર છે આ કાર્યક્રમનું આયોજન માટે ઉમરપાડા ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ સરકારના વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી સાથે માંગરોળ ઉમરપાડા વિસ્તારના ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક પણ બોલાવવામાં આવી હતી અને આ કાર્યક્રમ અંગેની નાની મોટી તમામ જવાબદારીઓ આગેવાનોને તેમજ અધિકારીઓને આપવામાં આવી છે આ બેઠકમાં માંગરોળ વિધાનસભા ઇન્ચાર્જ રાકેશ સોલંકી મહામંત્રી દિપક વસાવા રામસિંગ વસાવા તેમજ ઉમરપાડા તાલુકા ભાજપ આગેવાનો રાજુભાઈ વસાવા શાંતિલાલ વસાવા ભુપેન્દ્રભાઈ વસાવા અર્જુનભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતાસંગઠન મંત્રી સામસિંગભાઈ વસાવા . ભાજપ પ્રમુખ વાલજીભાઈ વસાવા.. અર્જુનભાઈ વસાવા હાજર રહ્યા હતા

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: