Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય નેતાએ વજુભાઇ વાળા સાથે બંધ બારણે બેઠક 

ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી હોય તે અંતર્ગત ગુજરાતમાં દરેક પાર્ટીના દિગ્ગજ અને રાષ્ટ્રીય નેતાની ગુજરાત મુલાકાત વધી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ દરેક પક્ષ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં રાજકરણને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતના એક સમયના નાણાં મંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગ્જ નેતા વજુભાઇ વાળા પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય થાય તેવા સંકેત મળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષે વજુભાઇ વાળા સાથે તેમના નિવાસસ્થાને એક બંધ બારણે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકથી રાજકોટનું રાજકારણ ગરમાયુ છે. રાજકોટની મુલાકાતે આવેલા બીએલ સંતોષ રાણીંગાવાડીની બેઠક પૂર્વ કરી ત્યારબાદ વજુભાઇ વાળાને મળવા ગઈકાલે સાંજના સમયે તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા. આ બેઠકમાં બીએલ સંતોષ સાથે વી. રત્નાકર અને સાંસદ વિનોદ ચાવડા પણ હાજર રહ્યા હતા. આ બેઠક આગામી વિધાનસભાને લઈને થઇ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે વજુભાઇ વાળાએ થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સરખાવ્યા હતા. રાજકોટમાં આ બેઠક ચર્ચાનો વિષય બની ગઈ છે. વજુભાઇ વાળા રાજકોટના દિગ્ગ્જ નેતા છે અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકરણમાં સક્રિય છે તેઓએ ગુજરાતમાં સૌથી વધુ વખત નાણામંત્રી તરીકે બજેટ રજુ કર્યું હતું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: