Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

જગપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં રૂ.5 કરોડનાં ખર્ચે ઐતિહાસિક માંદેળા તળાવનું ડેવલપમેન્ટ કરાશે

બનાસકાંઠા ના વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક યાત્રાધામ ઢીમાએ જિલ્લાનું બીજા નંબરનું તીર્થધામ છે.ત્યારે દર મહિને અગિયારસથી પૂનમ સુધી ભવ્ય લોકમેળો ભરાય છે. લાખ્ખો શ્રદ્ધાળુઓ શ્રી ધરણીધરજી ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવે છેબાજુમાં આવેલ ઐતિહાસિક શેષ અવતાર શ્રી ઢીમણનાગ દાદાનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં આ પવિત્ર યાત્રાધામનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રૂ 5 કરોડની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી હતી.સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા વિકાસમાં રસ નહિ હોવાને કારણે માત્ર રૂ 60 લાખની ગ્રાંટ વપરાઈ હતી અને રૂ.4.40 કરોડની ગ્રાંટ સરકારમાં પરત જતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ અંગેનો અહેવાલ ગત મહિને ગુજરાત ના અગ્રણી દૈનિક ન્યૂઝ પેપર માં ” ઢીમાને પ્રવાસન તરીકેની ગ્રાંટ વપરાઈ જ નહીં “શીર્ષક હેઠળ અહેવાલ પ્રસિદ્ધ થતાં આખરે રાજ્ય સરકાર દ્વારાપવિત્ર અને ઐતિહાસિક માંદેળા તળાવનું ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પવિત્ર યાત્રાધામ ઢીમા ધામનાં વિકાસને લઈને ચાર ચાંદ લાગે તો નવાઈ નહિ.પવિત્ર માંદેળા તળાવની પાળ ઉપર અને કૈલાસ ટેકરીની બાજુમાં હોટલ,રેસ્ટોરન્ટ, 4 દુકાનો સહિત ટોઈલેટ બ્લોકસ બનશે.તો વળી બસસ્ટેશન નજીકથી તળાવની પાળ પર 9 ફૂટનો રસ્તો બનશે.જેથી પ્રવાસીઓ તળાવની આસપાસ હરીફરી શકશે.શ્રી ધરણીધર ભગવાનનાં મંદિરથી હોટલ સુધી પુલ બનશે.જેથી પવિત્ર યાત્રાધામની શોભામાં અભિવૃદ્ધિ થશે.જોકે સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ શ્રી ધરણીધરજી ભગવાનનાં મંદિરથી ઐતિહાસિક માંદેળા તળાવમાં પુલ બનાવવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.પવિત્ર યાત્રાધામ ઢીમા ધામમાં આવેલ અતિપ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતાં માંદેળા તળાવનાં વિકાસને લઈને શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી છે…
ઉલ્લેખનીય છે કે ભગવાનનાં મંદિરની સામે જ આવેલું પૌરાણિક માંદેળુ માનસરોવર તળાવમાં વર્ષો પહેલાં કોઢી વણઝારાનાં કુતરો ભૂલથી તળાવની વાવમાં પડી જવાથી રોગ મુક્ત થયો હતો.તેથી વણજારાએ પણ શ્રદ્ધાથી સ્નાન કરતાં તે પણ રોગ મુક્ત બન્યો હતો.અને તેને માંદેળા તળાવમાં વાવ ખંદાવી હતી.જે આજેપણ મોજુદ છે.દર પૂનમે હજારો શ્રદ્ધાળુઓ માંદેળા તળાવમાંથી ચરણામૃત તરીકે જળ પીવે છે…આમ પવિત્ર યાત્રાધામ ઢીમા ધામનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે.પવિત્ર યાત્રાધામમાં આવતાં લાખ્ખો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળશે અને સ્થાનિક લોકોને પણ રોજગારી મળશે…વધુમાં પવિત્ર માંદેળા તળાવમાં નર્મદાનાં નીર ભરીને ભવિષ્યમાં બોટિંગ વ્યવસ્થા પણ કરવાનું પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે.જેથી બનાસકાંઠામાં પુનઃ એક નવીન યાત્રાધામનો એક પ્રવાસન સ્થળ તરીકે ડેવલપમેન્ટ થશે….

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: