Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાના માલગઢ ગામ લગ્ન પ્રસંગે મંડપ માં આગ લાગતા અફડાતફડીનો માહોલ

કોરોનાવાયરસ ની મહામારી બાદ આ વર્ષે સરકાર દ્વારા લગ્ન પ્રસંગોમાં તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવતા આ વર્ષે અનેક નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પરંતુ લગ્ન પ્રસંગે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ડીસા તાલુકામાં થોડા મહિના પહેલાં જ માલગઢ ગામે લગ્ન પ્રસંગે મંડપ માં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ મહામુસીબતે ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી ત્યારે ફરી એકવાર ડીસા તાલુકાના માલગઢ ગામે લગ્ન પ્રસંગે મંડપ માં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ડીસા તાલુકાના માલગઢ ગામે લગ્ન પ્રસંગ હતો. અને લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજા નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે દરમિયાન વરઘોડામાં સામે લોકો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી જે દરમિયાન ફટાકડા નું એક તણખો ઉડીને મંડપમાં જતા મંડપ સળગવાનું શરૃ થયું હતું અને જોતજોતામાં લગ્ન પ્રસંગે બાંધવામાં આવેલો મંડપ માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ઘટના લાગતા ની સાથે જ લગ્ન પ્રસંગે આવેલા મહેમાનો માં દોડધામ મચી ગઇ હતી જે બાદ લગ્ન પ્રસંગે હાજર લોકો દ્વારા આગને કાબૂમાં મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ કાબૂમાં આવી ન હતી જે બાદ આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આગમાં લગ્નમંડપ સળગી જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો લગ્ન પ્રસંગે લાગેલી આગના કારણે લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો પરંતુ આગને કાબુમાં લેતા લોકોએ રાહત અનુભવી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: