Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

એરસ્ટ્રાઇકના હીરોનું રાષ્ટ્રપતિના હસ્તે વીર ચક્રથી સન્માન

પાકિસ્તાનના ફાઈટર એરક્રાફ્ટ F-16ને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આજે વીર ચક્ર એનાયત કરવામાં આવશે. હાલ તેમને બઢતી આપીને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી ગયેલા તણાવ બાદ અભિનંદન વર્ધમાને હવાઈ સંઘર્ષમાં F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. આ વર્ષે 3 નવેમ્બરે તેમને પ્રમોશન આપવામાં આવ્યું હતું અને તેમને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. 27 ફેબ્રુઆરી 2019 ના રોજ હવાઈ સંઘર્ષમાં, મિગ-21 વિમાનમાં સવાર થયા પછી પણ અભિનંદન વર્ધમાને F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું.

આ પછી પાકિસ્તાની એરફોર્સ દ્વારા તેના પ્લેન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ PoKમાં પડ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બીજા જ દિવસે પાકિસ્તાને તેમને છોડી દીધા હતા. ભારતના રાજકીય દબાણ બાદ પાકિસ્તાને તેમને વાઘા બોર્ડર પર સુરક્ષિત મુક્ત કર્યા હતા. મિગ-21 વિમાન ઘણું જૂનું છે અને તેમાં સવાર થયા પછી પણ અત્યઆધુનિક ફાઈટર જેટ એફ-16ને નીચે ઉતારવા બદલ અભિનંદન વર્ધમાનની પ્રશંસા થઈ હતી અને તેઓ રાષ્ટ્રીય નાયક તરીકે ઊભરી આવ્યા હતા.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: