Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

રાજ્યમાં કોરોનાનું વકરતું રૂપ, છતાં દેશભરમાં કોરોના ના ટેસ્ટ મામલે ગુજરાત 22મા નંબરે

રાજ્યમાં હાલ કોરોના વિસ્ફોટકની જેમ ફેલાઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસથી નવા કેસની સંખ્યા 1500થી વધુ તેમજ 15થી વધુ દર્દીઓના મોત નોંધાયા છે. ત્યારે દેશભરમાં થતા કોવિડ ટેસ્ટના આંકડાએ ગુજરાતની પોલ ખોલી નાખી છે. દેશમાં દર 10 લાખની વસતિએ થયેલા સરેરાશ ટેસ્ટમાં ગુજરાત ટોપ-20માં પણ આવતું નથી. જ્યારે દિલ્હી 3.30 લાખ ટેસ્ટ સાથે પ્રથમ નંબર પર આવે છે. ગુજરાતમાં 10 લાખની વસતિએ 1.4 લાખ જ ટેસ્ટ થયા છે, ત્યારે દિલ્હી સહિત અન્ય રાજ્યોનો કોવિડ ટેસ્ટનો આંકડો ત્રણ ગણો વધારે છે. આમ અન્ય રાજ્યોની સરખામણીમાં કોવિડ ટેસ્ટ બાબતે રાજ્ય ગણુ પાછળ છે.

ગુજરાતની સ્થિતિ વધારે બગડી

ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં કોવિડ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી ટેસ્ટ ઘટાડી દેતા હજુ પણ લોકલ સંક્રમણ ફેલાય તેવી સ્થિતિ જણાઈ રહી છે. બીજીતરફ દિવાળી બાદ ગુજરાતની સ્થિતિ વધારે બગડી છે. લોકો દ્વારા બેફાર, બજારો, મોલ, મંદિરો સહિતમાં ભીડ ભેગી કરવામાં આવી હતી. સાથે જ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગના પણ અનેક ગુના નોંધાયા છે. તમામ બાબતોના કારણે ગુજરાત ફરી કોરોના મહામારી વચ્ચે ગેરાયેલું જોવા મળી રહ્યું છે. હવે સ્થિતિ એવી છે કે, શહેરની સાથે ગામડાઓમાં પણ કોરોના મહામારી ફેલાઈ રહી છે. સાથે બહારથી અવાર લોકોનું પણ યોગ્ય ચેકિંગ ન થતું હોવાથી રાજ્યમાં સંક્રમણ વધ્યું છે.

હાલ ગુજરાતની સ્થિતિ શું છે ?

ગુજરાતમાં અત્યાર સુધીમાં 77 લાખ 59 હજાર 339 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 8 હજાર 278ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,969એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 89 હજાર 420 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,889 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર જ્યારે 14,803 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં સતત 4 દિવસથી 1550થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540,26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ નોંધાયા હતા.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: