સાંભળીએ મન કી બાત કે સંભળાવીએ ગ્રામસભામાં સમસ્યા, અસમંજસતા ભાજપના કાર્યકરો અને સરપંચોને બેવડી ભીંસ, કાર્યકરો અને લોકો બન્ને રહ્યા કાર્યક્રમોમાં નિરસ એકલ દોકલ આગેવાનોએ મન કી બાત સાંભળી ફોટા પડાવ્યા ગ્રામસભામાં પ્રશ્નોનો નિકાલ નહીં થતાં લોકોનો વિશ્વાસ ડગમગ્યો, સભામાં કાગડા ઉડે છે વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સરકાર અને શાસક પક્ષ દ્વારા નિત નવા ફંડા લાવી લોકોને રિઝવવાના પ્રયાસો થતા રહે છે. જે પૈકી હાલમાં ગ્રામસભાઓ ચાલી રહી છે. હજુ ગ્રામસભા શરૂ છે ત્યાં મન કી બાત આવ્યું અને ભાજપના કાર્યકરો તેમજ સરપંચોને મન કી બાતમાં માણસો ભેગા કરવાની સુચના આવી. ગ્રામસભામાં માણસો થતાં નથી ત્યાં મન કી બાતમાં પણ માણસો કરવાની બન્ને તરફથી ભીંસને કારણે બન્ને કાર્યક્રમો ઔષપચારિક બની ગયાં હતા. ભાવનગર જિલ્લામાં ગત 25 જુલાઈ થી શરૂ થયેલી ગ્રામસભા આગામી 6 ડ્વી ઓગસ્ટ સુધી યોજાશે. 664 ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજવાનું તંત્રનું આયોજન છે. ગ્રામસભા એ સર્વોચ્ચ છે. લોકસભા, વિધાનસભા અને ગ્રામસભા એ મુળભુત ખ્યાલ છે. સત્તાનું વિકેન્દ્રીકરણ સામુહિક વર્તુળ મુજબ થાય છે. પરંતુ ગ્રામસભામાં ગામની શાળાના આચાર્ય, આંગણવાડી વર્કર અને તલાટી કમ મંત્રી સિવાય કોઈ હાજર જ રહેતું નથી. આજ સુધી જિલ્લા કે તાલુકા લેવલને ગ્રામસભામાં રજૂ થયેલા પ્રશ્નનો નોંધપાત્ર નિકાલ થયો નથી. જેથી લોકોને પણ વિશ્વાસ નહી રહેતા હવે ગ્રામસભામાં પાંખી હાજરી થવા લાગી છે. જેથી ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિક રાજકીય કાર્યકરોને એન કેન પ્રકારે લોકોને રજૂઆત કરવા ગ્રામસભામાં મોકલી વધુ હાજરી દેખાડવા ભિંસ છે. હજુ તે થાળે પડ્યું નથી ત્યાં વડાપ્રધાન મોદીની મન કી બાત આવી. જેથી તેમાં પણ વધુમાં વધુ કાર્યકરો અને ગ્રામજનોને ભેગા કરવા પક્ષનો આદેશ આવ્યો. જેથી ગ્રામ્યકક્ષાએ ભાજપના કાર્યકરો અને સરપંચો પર બેવડી ભિસ આવી હતી. બન્ને તરફથી માણસો ભેગા કરવાના દબાણને કારણે જિલ્લા કક્ષાના એક સિવાય અન્ય કોઈ જગ્યાએ લોકોએ રસ દાખવ્યો નહીં.
ગ્રામ્યકક્ષાએ ભાજપના કાર્યકરો અને સરપંચો પર બેવડી ભિસ,ગ્રામસભામાં પ્રશ્નોનો નિકાલ નહીં પરંતુ મન કી બાત ચાલુ થતાં લોકોનો વિશ્વાસ ડગમગ્યો
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
