Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ગુજરાતન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે, પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે

શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને આવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં ફરીથી નવો વળાંક આવશે. રાજકારણમાં સૌથી વધુ અનુભવી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને આવશે. થોડા જ દિવસોમાં શંકરસિંહ વાઘેલા પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે પોતાની નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે.

આગામી વિધાનસભામાં શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી સાથે ચૂંટણી લડવા માટે મેદાને ઉતરશે. અગાઉ 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ ‘જન વિકલ્પ’ના નામે પાર્ટી ઉભી કરી હતી. હવે એકવાર ફરી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવશે. શંકરસિંહે 3 સપ્તાહ અગાઉ પોતાના સમર્થકો સાથે પોતાના નિવાસ્થાને મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં શંકરસિંહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવા પ્રકારની કામગીરી કરવી તે અંગે ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસમાં જોડાવા અંગે તેમજ ગુજરાતમાં લઠ્ઠાકાંડ અંગે તેઓએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે.’ એટલે કે, એ સમયે શંકરસિંહે કોંગ્રેસમાં જોડાવવાના સંકેત આપ્યા હતા. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જવાના એંધાણ આપ્યા હતા, પરંતુ તેઓએ જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાનું વચન આપે તો તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી તેમણે શરત મૂકી હતી. હવે જોવું એ રહ્યું કે શંકરસિંહ વાઘેલા આગામી ચૂંટણીમાં પોતાની નવી પાર્ટી સાથે ચૂંટણી લડશે કે કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે તે જોવું રહ્યું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: