ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈ ઉમટી પડ્યા હતા . છેલ્લાં ઘણાં વખતથી એક સમાન વીજ બિલ સહીતની પડતર માંગણીઓ સંદર્ભે વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા ધ્યાન દેવામાં ન આવતા આખરે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સામે ઉગ્ર આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે . આજે સવારથી કિસાન સંઘના નેજાં હેઠળ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ખેડૂતોએ રેલી યોજીને ' જય જવાન જય કિસાન'ના નારા લગાવી સરકાર સામે લડતનાં મંડાણ કર્યા હતા . છેલ્લા 6 મહિનાથી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે આજે ગાંધીનગર સરદાર પટેલની પ્રતિમાંથી કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કર્યું હતું . સરકાર જ્યાં સુધી પડતર માંગણીઓ સંદર્ભે આ અંગે નિર્ણય ન લે ત્યાં સુધી કિસાન સંઘ ધરણાં કરશે અને પોતાની માંગ પર અડગ રહેશે તેવું ખેડૂતોએ જણાવ્યું છે . કિસાન સંઘના પ્રમુખ જગમલભાઈએ જણાવ્યું હતું કે , સરદાર પટેલની પ્રતિમાના આજે અમે આર્શીવાદ લેવા જઈ રહ્યાં છીએ . સરકાર બહેરી બની ગઈ છે . છેલ્લા 6 મહિનાથી અમે રજૂઆત કરી રહ્યાં છે કે , અમારો વીજળીનો પ્રશ્ન યથાવત છે . મીટર અને હોર્સ પાવર વચ્ચે ભાવ ફરક છે . ખેડૂતોને કુવા અને બોરના તળિયામાં પાણી નથી ,. મીટર પોસાતું નથી , સરકારના કાન ખોલવા ગુજરાતભરમાંથી ખેડૂતો ઉમટી પડ્યાં છે . અમારી ધરણા કરવાની અરજી અમે 21 તારીખે આપી હતી , છતાં અમને સ્થાન આપ્યું નથી , તેથી અમે આજે સરદાર પટેલના આર્શીવાદ લેવા જઈએ છીએ .
ગાંધીનગર ખાતે ખેડૂતોના ધરણા,ગાંધીનગર સરદાર પટેલની પ્રતિમાંથી કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કર્યું
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
