Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠામાં કમોસમી વરસાદ થી ખેડૂતો પરેશાન

ડીસા : મહાવીર શાહ

બનાસકાંઠા જીલ્લામાં ક્યારેક તીડ ખેડૂતોને નુકશાન પહોંચાડે છે તો ક્યારેક ખેડૂતોને યોગ્ય ભાવો ન મળતા ખેડૂતો બેહાલ બની ગયા છે. જીલ્લામાં સતત ઊંડા જતાં ભૂગર્ભ જળસ્તરને લઈ ખેડૂતો પરેશાન છે.. ત્યારે ખેડૂતો માટે હવે નવી મુસીબત કમોસમી વરસાદ લઈને આવ્યો છે.. બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને પગલે બટાટાની ખેતીમાં નુકશાન થવાની દહેશત ઊભી થઈ છે.. બનાસકાંઠા જીલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને ડીસા તાલુકામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર થાય છે અને આ વર્ષે ઠંડી વહેલી શરૂ થતાં મોટાભાગના ખેડૂતો દ્વારા બટાટાનું વાવેતર કરી દેવામાં આવ્યું હતું.. પરંતુ તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને પગલે બટાટાના થયેલા વાવેતરમાથી લગભગ ત્રીસ ટકા જેટલું વાવેતર નિષ્ફળ ગયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.. આ ઉપરાંત જો હજુ પણ આવું જ વાતાવરણ રહેશે તો ખેડૂતોના બચેલા સિત્તેર ટકા વાવેતરને પણ  મોટું નુકશાન થશે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ વર્ષે બટાટાના વાવેતર બાદ ખેડૂતોને ખાતરની અછતથી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.. અને તાજેતરમાં ખાતરની સમસ્યાનું નિવારણ આવી જતાં ખેડૂતો માટે નવી મુસીબત કમોસમી વરસાદ લઈને આવ્યો છે.. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે એક પછી એક આવી રહેલી મુશ્કેલીઓના લીધે ખેડૂતોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે હવે કોઈ નવી મુશ્કેલી ખેતીમાં ના આવે તેવી ભગવાન ને પ્રાથના કરી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: