Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બટાકાનો ભાવ ઉંચકાય તેવું ખેડુતો ઈચ્છી રહ્યા છે

બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં બટાકા હબ તરીકે પણ ઓળખાય છે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાંમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને હવે તાલુકાના પશ્ચિમ વિસ્તાર કે જે બટાકાનો હબ ગણાય છે ત્યાં નવા બટાકા કાઢવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર થયેલા માવઠાના કારણે બટાકા પાક ને પણ નુકશાન થયું છે અને કુંજરાના રોગ ના કારણે વિસ્તારોમાં બટાકામાં કાળા ડાઘ પડી ચુકયા છે.
ગત વર્ષ કુદરતી આફતના કારણે ઉતારો ઓછો આવ્યો હતો ત્યાં ચાલુ વર્ષે ૨૨૫ થી ૨૫૦ મણનો ઉતારો આવી રહ્યો છે.પોખરાજ સહિતના બટાકનો ભાવ ૨૦ કિલોનો ભાવ હાલ ૧૭૦ થી ૨૦૦ ની રેન્જમાં ચાલી રહ્યો છે. શિયાળામાં સમયાંતરે થયેલા કમોસમી વરસાદના કારણે બટાકાની ખેતીમાં ખેડુતોને નુકશાન સહન કરવાની નોબત આવી છે અને વીઘા દીઠ ૩૦ થી ૫૦ મણ ઓછો ઉતારો આવે તેવા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ડીસા તાલુકાના હેકટરમાં ખેડુતોએ બટાકાનું વાવેતર કર્યું હતું અને હાલ તાલુકાના વિવિધ વિસ્તારોમાં બટાકા લેવાની ની શરૂઆત થઈ ચુકી છે. ખેડુતો નવા બટાકા કાઢી રહ્યા છે પણ કંયાક કુંજરાના રોગના કારણે બટાકામાં કાળા પડી ગયા છે. પ્રતિકૃળ હવામાના કારણે બટાકાના ઉત્પાદને પણ અસર પહોંચી છે અને જયાં ગત વર્ષે વીઘા દીઠ જયાં ૨૬૦ થી ૩૦૦ મણનો ઉતારો આવ્યો હતો ત્યાં ચાલુ વર્ષે ૨૨૫ થી ૨૨૫ મણનો ઉતારી આવી રહ્યો છે. હાલમાં બટાકા કાઢવાની શરૂઆત થઈ છે ત્યારેે પોખરાજ સહિત બટાકાના ૨૦ કિલોનો ભાવ રૃા.૧૭૦ થી ૨૦૦ ની રેન્જમાં ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં આ ભાવમાં કોઈ મોટો વધારો થાય તેવી શકયતાને ખેડુતો નકારી રહ્યા છે. ગત વર્ષે ખેડુતોને બટાકાના ભાવમાં મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો અને હજુ પણ કેટલાય ખેડુતોના બટાકા કોલ્ડ સ્ટોરેજોમાં પડયા છે અને નાછુટકે રૃા.૮૦ થી ૧૦૦ માં વેચવાની પણ ફરજ પડી છે. મોંઘી દવા, ખાતર અને બિયારણ લાવ્યા પછી હવે જયારે બટાકા કાઢવાની શરૂઆત થઈ છે ત્યારે ખેડુતોને ઓછો ઉતારો ચિંતા ઉપજાવે છે.

બટાકાનો ભાવ ઉંચકાય તેવું ખેડુતો ઈચ્છી રહ્યા છે પણ તેમની એ ઈચ્છા કેટલી હદે સંતોષાય છે એ તો આવનારો સમય કહેેશે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: