Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા થી ધનકવાડા જતો હિંગળાજ માતા નો પગપાળા સંઘ

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી દેવતાઓમાં અનેરી આસ્થા રાખતા હોય છે જેના કારણે દર વર્ષે હિન્દુ ધર્મમાં અનેક પગપાળા સંઘનો આયોજન થતું હોય છે અને લોકો પગપાળા સંઘ લઈ દેવી દેવતાઓના શરણે જાય છે. જે અંતર્ગત ડીસામાં વસતા ખત્રી સમાજ દ્વારા પગપાળા હિંગળાજ માતાજીના સંઘનુ પ્રસ્થાન કરાયું છે. આ સંઘમાં 400 જેટલા યાત્રાળુઓ જોડાયા છે. આજે વહેલી સવારે સંઘે ડીસાથી વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું. પ્રથમ હાઈવે સ્થિત હિંગળાજ માતાના મન્દિર થી દર્શન કરી આ સંઘ ધનકવાડા જવા રવાના થયો છે. જે વાઘપુરા , નેસડા, ભીલડી થઈ ફોરણા ખાતે રોકાણ કરશે અને આગામી રવિવારે આ સંઘ ધનકવાડા ખાતે પહોંચશે. આ બાબતે બ્રહ્મક્ષત્રિય પગપાળા યાત્રા સંઘના આયોજક ધર્મેન્દ્રભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે આ સંઘ છેલ્લા ૧૫ વર્ષ થી યોજાય છે જે અને કોરોના મહામારીમાં પણ અવરીત પણે સંઘ ચાલુ રહ્યો હતો. આજે ૧૫ વર્ષ પૂર્ણ થયા છે અને પગપાળા સંઘ માં જતા શ્રદ્ધાળુઓ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો . . . .

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: