Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રીજા સ્થાને પહોંચ્યુ ઇંગલેન્ડ :ICC

કોરોના મહામારી વચ્ચે ઈંગ્લેન્ડ-વિન્ડીઝ ટેસ્ટ શ્રેણી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ હતી. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મુકાબલો સાઉથમ્પટનમાં રમાયો હતો. એ મેચ વિન્ડીઝે જીતી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું પરંતુ શ્રેણીની અંતિમ બંને ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે બાજી મારી લીધી. શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટમાં ઈંગ્લેન્ડે એકતરફી જીત હાંસલ કરી. આ જીત બાદ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ફેરફાર થયા છે.

Yeh Hai News India.com

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો તેમાં ભારતીય ટીમ 360 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 296 પોઇન્ટ સાથે બીજા અને હવે ઈંગ્લેન્ડ 226 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડ 180 પોઇન્ટ સાથે ચોથા સ્થાને રહ્યું છે. 140 પોઇન્ટ સાથે પાકિસ્તાન પાંચમા સ્થાને અને 80 પોઇન્ટ સાથે શ્રીલંકા છઠ્ઠા સ્થાન પર છે, જ્યારે વિન્ડીઝના ફક્ત 40 પોઇન્ટ છે અને તે સાતમા સ્થાને છે. આઠમા સ્થાને રહેલા દક્ષિણ આફ્રિકાના ૨૪ પોઇન્ટ છે અને છેલ્લા સ્થાને રહેલા બાંગ્લાદેશે હજુ સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ખાતું ખોલ્યું નથી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
ગુજરાત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
ગુજરાત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ગુજરાત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: