હવામાન વિભાગની આગાહીના પગલે આજે ડીસા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો ખાસ કરીને ડીસામાં ભારે બફારા અને ઉકળાટ બાદ આજે વહેલી સવારથી જ વરસાદ એ ધોધમાર વરસવાનું શરૂ કર્યું હતું અને માત્ર બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્તા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું ત્યારે ડીસા શહેરના ગુજરાતમાં ઊંઝા બાદ સૌથી મોટું માર્કેટ યાર્ડ એપીએમસી માર્કેટ યાર્ડ છે ત્યારે બે કલાકમાં પડેલા ભારે વરસાદના પગલે માર્કેટ યાર્ડમાં ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યો હતો. જેના કારણે માર્કેટ યાર્ડમાં આવેલા ખેડૂતો પોતાના માલને લઈ ચિંતામાં મુકાયા હતા તો આ તરફ ભારે વરસાદના પગલે માર્કેટ યાર્ડમાં આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને પણ દુકાનોમાં પડેલા માલના કારણે નુકસાન થવાની ભીતિ સિવાય રહી છે સવારથી જ શરૂ થયેલા ભારે વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં આવેલી તમામ દુકાનોની હરાજી પણ આજે બંધ રાખવામાં આવી હતી જેના કારણે ખેડૂતોએ પોતાનો માલ વેચ્યા વગર જ પરત ભરવું પડ્યું હતું જેના કારણે ખેડૂતો નુકસાન થવાનું જણાવી રહ્યા હતા એક તરફ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતો માંડ માંડ માર્કેટ યાર્ડ સુધી પોતાનો માલ વહેંચવા માટે આવ્યા હતા પરંતુ માર્કેટ યાર્ડમાં પણ વરસાદી પાણી ભરાતા ખેડૂતોને નુકસાન વેચવાનો વારો આવ્યો હતો
ડીસા માં ભારે વરસાદના પગલે એપીએમસી માર્કેટ યાર્ડમાં વરસાદી પાણી ભરાયા
Related News Stories
वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल
थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।
एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।
जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….
गृह विभाग ने मलगढ़ गाँव में अविश्वासियों से जुड़ी घटनाओं के बाद धर्मांतरणों की जांच के लिए गुजरात एटीएस को नियुक्त किया है।
अविश्वासियों द्वारा धर्मांतरण के लिए मजबूर किए जाने के बाद, डिसा के मलगाढ़ गाँव में एक परिवार की वापसी के लिए 25 लाख रुपये की फिरौती की मांग की गई।.
