ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ડીસા તાલુકામાં બે કલાકમાં જ પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ખાસ કરીને ડીસા શહેરના સિંધી બજાર ખાતે પડેલા ભારે વરસાદના પગલે અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેના કારણે વેપારીઓને ભારે નુકસાન વેચવાનો વારો આવ્યો હતો ડીસાના સિંધી માર્કેટ ખાતે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે આજે વહેલી સવારે પડેલા ભારે વરસાદના પગલે ફરી એકવાર સિંધી માર્કેટયાર્ડમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તમામ વહેતું વેપારીઓની દુકાનમાં પ્રવેશ્યું હતું જેના કારણે દુકાનોમાં પડેલા માલ સામાન પલળી જવાના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તો આ તરફ ભારે વરસાદી પાણી બજારમાં ફરી મળતા ગ્રાહકો પણ જોવા મળ્યા ન હતા જેના કારણે માત્ર વરસાદી પાણીમાં વેપારીઓ જ જોવા મળ્યા હતા આમ આજે પડેલા ભારે વરસાદના પગલે વેપારીઓની હાલત કફોડી બની હતી ત્યારે વેપારીઓ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે જેથી દર વર્ષે સર્જાતી વિકટ પરિસ્થિતિ ન સર્જાય
ડીસા માં પડેલા ભારે વરસાદના કારણે સિંધી બજારમાં વેપારીઓને મોટું નુકસાન
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
