Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવનાં સણવાલ ગામે વીજળીનાં ધાંધિયા રહેતા ખેડૂતો અનેક રજૂઆતો કરી છતાં તંત્ર નિદ્રાધીન

સરહદી વાવ,થરાદ સહિત સુઈગામ વિસ્તારમાં આવેલ ગામડાઓમાં દર વર્ષે ચોમાસામાં વિજળીનાં ધાંધિયા શરૂ થઈ જાય છે. તો વળી આ વર્ષે વાવ તાલુકાનાં સણવાલ,દૈયપ,કુંભારડી જેવા ગામડાઓમાં વરસાદી માહોલ બરાબર નહિ હોવાને કારણે ખેડૂતોને પોતાનાં પાકમાં પાણીની જરૂરિયાત રહે છે.ખેડૂતો ખેતી કરીને ઉત્પાદન મેળવી શકે તે માટે ખેડૂતોને સમયસય વિજળી આપવી એ અતિ આવશ્યક હોવા છતાં કેટલાક ગામડાઓમાં વિજળી સમયસર ન આવતી હોવાના ધાંધિયા રહેતા ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે, ત્યારે વાવ તાલુકાના સણવાલ ગામે સમયસર વિજળી ન મળતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
મળતી માહિતી મુજબ,વાવ તાલુકાનાં સણવાલ ગામમાં વીજળીની સમસ્યાને લઈને ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધારે હોવાથી ખેતરોમાં મચ્છર ખાઈ જાય છે.આ અંગે સણવાલ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે વાવના ટડાવ સબ સ્ટેશનના આકોલી ફીડરમાંથી આવતી લાઈટમાં છેલ્લા કેટલાય સમયથી વીજળીના ધાંધિયા રહેવાને કારણે અમોએ લાગતા વળગતા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં અમને અનિયમિત વીજ પાવર આપી રહ્યા હોઈ જીઈબી કંપનીને વારંવાર રજૂઆતોના ઢોલ વગાડી- વગાડીને થાકી ગયા છીએ, અનિયમિત વીજ પાવરને કારણે ધાન્ય અને બાગાયતી પાકો નષ્ટ થઈ જવાનો ભય સતાવી રહ્યો હોઈ કરેલી મહેનત પાણીમાં જઈ શકે છે તેમજ વિધુત બોર્ડ દ્વારા અમારા સણવાલ ગામે વીજ થાંભલાઓની આજુબાજુમાં ઊગેલ વનસ્પતિ સહિત વૃક્ષોની ઝાડીમાં ઢંકાઈ ગયા છે છતાં કોઈ અધિકારી કે હેલ્પર સણવાલ ગામે છેલ્લા ઘણાં સમયથી લાઈનના થાંભલાઓની ફરતે સાફ-સફાઈ કરવા ફરકયા પણ નથી તેવા ગંભીર આક્ષેપો કરી વિધુત બોર્ડની મનમાની સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

गुजरात • जुलाई 25, 2025

वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल

थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
गुजरात • जून 12, 2025

विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।

एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
गुजरात • सितम्बर 6, 2022

पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।

जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….
गुजरात • सितम्बर 6, 2022

गृह विभाग ने मलगढ़ गाँव में अविश्वासियों से जुड़ी घटनाओं के बाद धर्मांतरणों की जांच के लिए गुजरात एटीएस को नियुक्त किया है।

अविश्वासियों द्वारा धर्मांतरण के लिए मजबूर किए जाने के बाद, डिसा के मलगाढ़ गाँव में एक परिवार की वापसी के लिए 25 लाख रुपये की फिरौती की मांग की गई।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: