વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર ખાતે આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ વિરોધપક્ષ પર પ્રહાર કરી ઉમેદવારો નક્કી કરવાની પોતાને સત્તા નહીં હોવાનું પણ જાહેર કરી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે નિર્ણય કરે તેને વધાવી લેવા ભાજપના કાર્યકરોને જણાવ્યું હતુ. પરંતુ પાટીલના પ્રવચનમાં કાર્યકરો તો ઠીક ખુદ મંચાસ્થિત મહાનુભાવો પણ નીરસ હોય તેમ પ્રવચન દરમિયાન અંદરોઅંદર વાતોમાં અને મોબાઈલમાં વ્યસ્ત હતા.શહેરના જવાહર મેદાન ખાતે ભાજપના પેજ સમિતિનું સંમેલન યોજવામાં આવ્યુ હતુ. ભાજપના પ્રદેશ અધ્યક્ષનું બાઈક અને કાર દ્વારા વિશાળ રોડ શો કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંમેલનમાં પેજ સમિતિના સભ્યોને સંબોધતા સી.આર.પાટીલે ચૂંટણીને અનુલક્ષી જણાવ્યું હતું કે, માલધારી સમાજના ઢોરનો અને તબેલાનો પ્રશ્ન તેમજ કોળી પટેલ સમાજના છાત્રાલય માટે જગ્યાની ઉપલબ્ધિની હૈયાધારણા આપી હતી. મોદી ગુજરાતના મુખ્યમંત્રી બાદ વડાપ્રધાનના હોદ્દા પર છે ત્યારે ભૂવો ધુણે તો નાળિયેર ઘર ભણી જ નાખેનું જણાવી ગુજરાતના વિકાસના ગાથા વર્ણવી હતી.. . . . . . . . .
પેજ સમિતિના સંમેલનમાં પાટીલના પ્રવચનમાં રસ નહીં, જિલ્લા ભાજપ પ્રમુખ નીચે આટા મારે, મંચ પર આગેવાનો વાતોમાં વ્યસ્ત
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
