બનાસકાંઠા જીલ્લામા રોયેલટી ભર્યા વગરના બેફામ પણે રેતીના ડમ્પરો રાત દિવસ દોડી રહ્યા છે.આ ડમ્પર ચાલકો અમુક સમયે ધાનેરાની ગીચ બજારોમાંથી પણ બેફામપણે દોડતા હોય છે.પરંતુ ખાણ અને ખનીજ વિભાગની મીલીભગતથી આ રેત માફીયાઓ સામે કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આજે સમગ્ર રાજ્ય માં બીન સચિવાલયની પરીક્ષાઓ હોવાથી પરીક્ષા કેન્દ્રો પર ધાનેરા નાયબ કલેકટરશ્રી દ્રારા નિરીક્ષણ માટે સ્કુલ કોલેજમાં જતા નવીન બનેલ ઓવરબ્રીજ પરથી ડીસા તરફથી આવતા ડમ્પરોને શંકાના આધારે અટકાવી તપાસ હાથ ધરતાં ત્રણે ડમ્પરો રોયલ્ટી ભર્યા વગર રેતીની હેરાફેરી કરતા હોવાનું જણાતા ત્રણે ડમ્પરો ડમ્પર ચાલકોને ઝડપી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ત્રણ ડમ્પરો ધાનેરા નાયબ કલેકટરશ્રી દ્રારા ઝડપી કાયદેશર ની કાર્યવાહી થતા રેત માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો..
ધાનેરા પ્રાંત અધિકારીએ રોયેલ્ટી ભર્યા વગરના ખનીજ ચોરીના ત્રણ ડમ્પરો ઝડપ્યા
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#Dhanera Province Officer caught three dumpers of mineral theft without paying royalty ..!#ગુજરાત#ધાનેરા#ધાનેરા તાલુકા ના#ધાનેરા તાલુકા ના સમાચાર#ધાનેરા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
