Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા વીસીઈ મંડળ આગામી સમય માં બાયો ચઢાવશે

છેલ્લા ઘણા સમયથી વિવિધ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યા છે સરકાર દ્વારા પણ અત્યાર સુધી સરકારમાં કામ કરતા કર્મચારીઓની ક્યાંકને ક્યાંક માંગણીઓ પૂરી કરવામાં આવી છે તો ક્યાંક હજુ સુધી અનેક કર્મચારીઓની માંગણીઓ પૂરી કરવામાં આવી નથી જેના કારણે છેલ્લા એક વર્ષમાં સરકારી કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ અનેક વાર આંદોલન કરી રહ્યા છે જેની સીધી અસર નાગરિકો પર જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ડીસા તાલુકામાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકારમાં રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા ડીસા તાલુકામાં ફરજ બજાવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓ ની માંગણી ન સંતોષવામાં આવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓ ધરણા કાર્યક્રમ યોજવા જઇ રહ્યા છે. સરકારી ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ સરકારના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી કામકાજથી વાકેફ વિરોધ દર્શાવી રહ્યા છે જેના કારણે સરકારી કામકાજ માટે આવતા નાગરિકો કર્મચારીઓ વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે આગામી સમયમાં યોજાનાર સરકાર વિરોધી ધરણા કાર્યક્રમ ને લઇ ડીસા તાલુકાના વીસીઇ ના કર્મચારીઓએ ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક સરકાર તેમની માગણીઓ પૂરી કરે તેવી માંગ કરી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: