Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા ડીવાયએસપી ને હાઇકોર્ટની નોટિસ ફટકારી 2 ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં હાજર થવા ફરમાન કાઢ્યું

ડીસા તાલુકાના રસાણા ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર 227 પૈકી 3ના પ્લોટ નંબર 13, 14, 19 ના માલિક કૃણાલ કિશોરભાઈ શાહે પોતાની માલિકીના પ્લોટ પર દબાણ થયું હોવાથી ભરતભાઈ બાબુભાઈ દેસાઈ અને રણમલસિંહ હજુરસિંહ વાઘેલા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ ગુનો નોંધાવ્યો હતો .જોકે આ કેસમાં આરોપી રણમલસિંહે પાલનપુર એડિશનલ સેશન્સ કોર્ટમાં પોતાની સામે ખોટી રીતે ફરિયાદ નોંધાવી હોવાની અરજ કરી કોર્ટમાં તમામ પુરાવા રજુ કરી આગોતરા જામીન માંગતા કોર્ટે તેઓને આગોતરા જામીન પર મુક્ત કર્યા હતા. ત્યારબાદ આરોપી રણમલસિંહે પોતાની સામે ખોટી ફરિયાદ થઇ હોવાની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરતા હાઇકોર્ટની ખંડપીઠે સદરહુ ફરિયાદ ઉપર કોઈ જાતની કાર્યવાહી ન કરવા સારુ સ્ટે આપેલો હતો. અને આ કેસના તમામ પક્ષકારો ફરિયાદી કૃણાલ કિશોરભાઈ શાહ, સર્કલ ઓફિસર ડીસા ગ્રામ્ય, ડીસા ગ્રામ્ય મામલતદાર,ડીસા નાયબ કલેકટર ,બનાસકાંઠા જિલ્લા કલેકટર,ડી આઇ એલ આર પાલનપુર તેમજ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન તમામને નોટિસ આપી હાઇકોર્ટના સ્ટેની જાણ કરી હતી. આમ ગુજરાત હાઇકોર્ટે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી રણમલસિંહ સામે દાખલ થયેલ ફરિયાદ ઉપર સ્ટે આપેલ હોવા છતાં આ કેસના તપાસ અધિકારી ડીસા ના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાએ આરોપી રણમલસિંહ સામે પાલનપુર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ હતી.જેથી રણમલસિંહે ગુજરાત હાઇકોર્ટ માં ફરિયાદ ઉપર સ્ટે હોવા છતાં પોતાની સામે ચાર્જશીટ દાખલ કરવા સામે ડીસા નાયબ પોલીસ અધિક્ષક સામે હાઇકોર્ટના હુકમનો અનાદર કરવા બદલ કાર્યવાહી કરવા અરજી કરી હતી.જેથી ગુજરાત હાઇકોર્ટે પોતાના હુકમનો અનાદર થયો હોવાથી આ કેસના તપાસ અધિકારી ડીસાના નાયબ પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવી છે અને તેઓને તારીખ 2 ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં હાજર થવા ફરમાન કાઢ્યું છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: