Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ભારતની સાંસ્ક્રુતિક પરંપરાઓ વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા

શ્રીમતી પી.કે. કોટવાલા આર્ટ્સ કોલેજ પાટણ અને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ સંશોધન કેન્દ્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે ભારતની સાંસ્ક્રુતિક પરંપરાઓ વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી, ડૉ. પંચોલી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડૉ. વલ્લરીબેન હાથી દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી અને શ્રીમતી પી.કે. કોટવાલા આર્ટ્સ કોલેજ પાટણના આચાર્યશ્રી, ડૉ. એલ.એસ. પટેલ સાહેબે શાબ્દિક સ્વાગત અને રાષ્ટ્રીય સંગોષ્ઠીની માહિતી આપીને કાર્યક્રમને ખૂલો મૂક્યો હતો. ત્યાર બાદ કાર્યક્રમનું સંચાલન ડૉ. સંગિતાબેન બકોત્રાએ સંભાળ્યું હતું. પ્રથમ દિવસે ડૉ. અરુણ વાઘેલા, ગુજરાત યુનિવર્સિટી, ડૉ. ઈશ્વરદાન બારઠ, દિલ્હી યુનિવર્સિટી, તથા શેષ કરણ ચારણજી, સરકારી વિનયન કોલેજ, વાવ દ્વારા વક્તવ્ય આપ્યા હતા. આભારવિધિ ડૉ. મીનાબેન અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી.

બીજા દિવસની શરૂઆતમાં કાર્યકમનું સંચાલન સંગીતાબેન બકોત્રા દ્વારા કરવામાં આવ્યું અને વક્તાશ્રી મોહનદાનજીએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. ત્યાર બાદ કાર્યક્રમની કમાન પ્રતાપસિંહ આર. વેંઝિયાએ સાંભળી અને કેટલાક પેપર પ્રસ્તુત કરવામાં આવ્યા. અંતમાં શ્રેષ્ઠ સંશોધન લેખ પ્રસ્તુતિમાં વિધ્યાર્થીમાંથી ફાલ્ગુની રમેશભાઈ વણકર, ગુજરાત યુનિવર્સિટી અને અધ્યાપકમાં ડૉ. મોતીભાઈ દેવું, ગુજરાત વિધ્યાપીઠ – સાદારની ઘોસણા કરવામાં આવી અને કાર્યક્રમની આભારવિધિ પ્રતાપસિંહ આર. વેંઝિયાએ કરીને પૂર્ણહુતિ કરવામાં આવી. આચાર્યશ્રી ડૉ. લલિત એસ. પટેલ અને ડૉ. જી.પી.શ્રીમાળી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સંગોષ્ઠીનું સંચાલન કરવામાં આવ્યું હતું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: