સુઇગામ હાઇવેથી કોરેટી ડામર રોડ પર ગાંડા બાવળનું સામ્રાજ્ય રોડની આજુબાજુ મોટા પ્રમાણમાં ગાંડા બાવળ વાળ ઉગેલા છે આ રસ્તો ટૂંકો છે તથા રસ્તો ઘણો સારો છે અને ટ્રાફિક ઓછો હોવાથી ખાનગી વાહનોની અવરજવ આ માર્ગેથી મોટા પ્રમાણમાં થાય છે. ટુ વ્હીલર, થ્રી વીલર રાત્રી દરમિયાન લોકો નીકળતા હોય છે આ ગાંડા બાવળ ઉગેલા હોવાથી રોડના વળાંક પરથી અવર જવર કરતા વાહનો એકમેકને જોઈ ન શકતા અકસ્માત થવાની સંભાવના મોટા પ્રમાણમાં લાગે છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડની સાઈડમાં ઉગેલા ગાંડા બાવળ તાત્કાલિક કાપી નાખવાની જરૂર છે. જો આ ગાંડા બાવળ કાપવામાં નહીં આવે તો આ માર્ગે અવરજવર કરતા વાહનો વચ્ચે મોટો અકસ્માત થાય તો નવાઈ નહીં. આ ગાંડા બાવળને લઈને આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકોને પણ ભારે વિપદા પડે છે. સરકારી તંત્ર આ અંગે ઘટતું કરે તેવી લોકમાંગ છે.
સુઇગામ હાઇવેથી કોરેટી ડામર રોડ પર ગાંડા બાવળનું સામ્રાજ્ય, વાહનચાલકોને અવરજવરમાં પડતી ભારે વિપદા
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
