Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

બ્રિજેશ મેરજા ની તલાટી મંડળ સાથે બેઠક યોજાઈ,૫ માંગણીઓ પૈકી ની 4 માંગણીઓ સ્વીકારવામાં આવી

તલાટી કમ મંત્રીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ ઉપર ચાલ્યા જતા ગામડાઓના વહીવટ ખોરંભે ચડ્યા હતા.અંતે 20 દિવસ બાદ આ હડતાલ સમેટાઈ ગઈ છે. બ્રિજેશ મેરજા સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. જેમા તલાટી કમ મંત્રીઓની માંગ સ્વીકારવામાં આવતા તેઓએ હડતાલને પૂર્ણ કરી છે.

કયા ક્યાં મુદાઓ ને સ્વીકારવામાં આવ્યા..

  • 2006 પહેલાની ભરતીના તલાટી કમ મંત્રીની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ કરવાની માંગણી સ્વીકારવામાં આવી છે.
  • પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ માટે ખાતાકીય પરીક્ષાના નિયમો બન્યા બાદ પરીક્ષા લેવાય તે તા.22/11/2019 સુધી પાત્રતા ધરાવતા તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે પરિક્ષમાંથી મુક્તિ આપવાની માંગણી અંગે હકારાત્મક વિચારણા કરવામાં આવી છે
  • બીજા ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા માટે, પ્રથમ અને બીજા ઉચ્ચતર પગાર ધોરણ માટે એક જ અભ્યાસક્રમ હોય બીજા ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા પરીક્ષામાંથી મુક્તિ આપવા અંગે હકારાત્મક વિચારણા કરવામાં આવેલ છે. પરંતુ બઢતી માટે પરીક્ષા આપવાની રહેશે.
  • રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીના જોબ ચાર્ટ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં અધિક મુખ્ય સચિવ( પંચાયત), અધિક મુખ્ય સચિવ( મહેસુલ) અને અધિક મુખ્ય સચિવ ( સામન્ય વહીવટ વિભાગ) એમ ત્રણ વિભાગના વડાઓનો સમાવેશ થશે..

બ્રિજેશ મેરજાએ ટ્વિટ કરીને જણાવ્યું કે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ પંચાયત વિભાગના અધિકારીઓ અને તલાટી કમ મંત્રી મહામંડળના આગેવાનો સાથે તેઓના વર્ષો જુના અલગ અલગ પડતર પ્રશ્નો/માંગણીઓ પર ચર્ચા વિચારણા કરીને ફળ સ્વરૂપે મહામંડળ દ્વારા હકારાત્મક સહમતી દર્શાવીને રાજીખુશીથી ચાલી રહેલ હળતાલ સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવેલ છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: