Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો જ્યાં એક જ જિલ્લામાં ૨ મોટી ડેરીઃ બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી

સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં એક જિલ્લામાં ૨ મોટી ડેરી હોય તેમ દિયોદર બનાસ ડેરી સંકુલમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. ચેરમેનશ્રી કહ્યું કે, બીજાના હિતનો વિચાર કરીને પૂજ્ય ગલબાભાઇ પટેલે બનાસ ડેરીની સ્થાપના કરી હતી જે આજે વટવૃક્ષ બની છે. તેમણે ઉમેર્યુ કે, બનાસ ડેરીની સ્થાપનાથી લઇ ૫૦ વર્ષ સુધીમાં દૂધની દૈનિક આવકમાં ૪૦ લાખ લીટરે પહોંચ્યા હતા. પરંતુ છેલ્લા ૭ વર્ષમાં દૂધની દૈનિક આવક ૯૦ લાખ લીટરે પહોંચ્યા છીએ જે લાખો પશુપાલકોની મહેનત અને બનાસ ડેરીના અધિકારીઓ, કર્મચારીઓની આગવી કોઠાસૂઝને આભારી છે. તેમણે કહ્યું કે, બનાસ ડેરીએ એકપણ દિવસ મિલ્ક હોલી ડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ બંધ રાખ્યું નથી અને પશુપાલકોને પુરતા પ્રમાણમાં ભાવ આપ્યા્ છે. આ ઉપરાંત વર્ષના અંતે ભાવફેર એટલે કે નફો પણ આપવામાં આવે છે જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
તા.૧૯ એપ્રિલના વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ વિશે ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા બનાસવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું આગામી તા. ૧૯ એપ્રિલ-૨૦૨૨, મંગળવારના રોજ દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહેશે.


આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનશ્રીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) નો સમાવેશ થાય છે.તેમણે જણાવ્યું હતુ કે, ભારતમાં આવું પહેલી વાર બન્યું હશે કે “એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય, જૂન-૨૦૨૦ માં ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જેમાં વિશ્વના જુદા જુદા ૭ દેશોની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ છે. આ પ્લાન્ટમાં ૩૦ લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે. જે વધારીને ૫૦ લાખ લીટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં ૧૦૦ ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, ૧ લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, ૨૦ ટન પ્રતિદિન ખોવા તેમજ ૬ ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં જ ૪૮ ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે. બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. જે લોકશિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે.
આ પ્રસંગે બનાસ ડેરીના ડિરેક્ટરો સર્વશ્રી પી.જે.ચૌધરી, ભરતભાઇ પટેલ, રામજીભાઇ દેસાઇ, રાઘાભાઇ આહીર, મૂળજીભાઇ પટેલ, ધુડાભાઇ પટેલ, દિનેશભાઇ ભટોળ, ઇશ્વરભાઇ પટેલ એમ.ડી. શ્રી સંગ્રામસિંહ ચૌધરી સહિત બનાસ ડેરીના અધિકારીઓ અને સમગ્ર જિલ્લાના મોટી સંખ્યામાં અખબારી તથા ઇલેક્ટ્રિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: