Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા કંસારી રોડ પરથી ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપી પાડયા

ડીસા તાલુકાના કંસારી ગામ પાસેથી બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી ભરીને વહન કરતા ચાર ટ્રકોને ઝડપી પાડયા હતા. ડીસામાં પસાર થતી બનાસ નદી ની રેતી અનેક રાજ્યોમાં બાંધકામ માટે સારી ઉપયોગી થતી હોય છે જેના કારણે રોજેરોજ મોટા પ્રમાણમાં ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાં થી માટે નું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે ખાસ કરીને રેતી નું વેચાણ કરતા લોકો પૈસા કમાવાની લ્હાયમાં રોજે રોજ રાત્રીના સમયે મોટા પ્રમાણમાં બનાસ નદી માંથી રોયલ્ટી વગર અથવા તો વજન કરતાં વધુ રેતી ભરીને અવર-જવર કરતાં હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ડીસા સહિત અનેક તાલુકાઓમાં છેલ્લા ઘણા સમયથી ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતીનું વહન કરતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના કંસારી ગામ પાસેથી પસાર થતા ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ડમ્પરોને ઉભા રાખવી બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં ટ્રકમાં ગેરકાયદેસર રેતી ભરેલી હોવાના કારણે ભૂસ્તર વિભાગ દ્વારા 4 ટ્રકો ને એક કરોડના મુદામાલ સાથે ઝડપી પાડી 10 લાખ રૂપિયાનો દંડ વસુલાત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગને કડક કાર્યવાહીથી અન્ય રેતીનું ગેરકાયદેસર વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો

ડીસા : મહાવીર શાહ

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: