Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

રાજકીય પાર્ટી ઉપરાંત વિવિધ સંગઠનોએ પણ આ ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી, પાટીદાર અનામત આંદોલન સમિતિએ કરી ચૂંટણી લડવાની જાહેરાત

ગુજરાત વિજ્ઞાનભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ચૂંટણીની તૈયારીઓને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસારનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. જો કે હવે રાજકીય પાર્ટી ઉપરાંત વિવિધ સંગઠનોએ પણ આ ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિની નેતા દિનેશ બાંભણીયાએ હવે ચૂંટણી લડવાને લઈને જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. તેમણે એક ટ્વીટ કર્યું છે જેમાં લખ્યું છે કે, ૨૦૨૨ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના ૨૩ નેતાઓ ઉમેદવારી કરશે પાટીદાર આગેવાનોની ચૂંટણી લડવાની સંખ્યા વધવાના પણ સંકેત આપ્યા છે. પાટીદાર નેતાની જાહેરાત બાદ સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે તેમણે કોઈ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. વિધાનસભાની ચૂંટણી પહેલા PAASનું શક્તિ પ્રદર્શન ગુજરાતમાં વિધાનસભાની ચૂઝણી પહેવા રાજકીય પાર્ટીની સાથે સાથે વિવિઝ સંગઠનો પણ એક્ટિવ થયા છે. હવે PAAS દ્વારા આજે 28 ઓગસ્ટે તિરંગા પદપાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતીમા માનગઢ ચોક ખાતે આ યાત્રા સંપન્ન થશે વિધાનસભાની ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે આ પાસનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષમાં પ્રારંભ કર્યો છે. આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થયા છે. 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ ઉજવાયો હતો. 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી કરાઈ હતી. શહીદોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2022ના રોજ તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા પદયાત્રા 28 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે ક્રાંતિ ચોક વિસ્તારથી નીકળીને સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મિનિબઝાર, વરાછા રોડ સ્થિત પૂર્ણ કરવામાં આવશે. મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરસાણા વગેરે વિસ્તારમાંથી યુવકો યાત્રામાં જોડાશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: