ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા તાલુકાના નેશનલ હાઇવે પર રોજેરોજ અનેક અકસ્માતો સર્જાઇ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતો ને લઇ સ્થાનિક લોકોમાં પણ ભાઈ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા તાલુકાના આસેડા ગામ પાસે સર્જાયો હતો જેમાં પાટણ તરફથી એક મહિલા અને ત્રણ પુરુષો મારુતિ કારમાં સવાર થઈને ડીસા તરફ આવી રહ્યા હતા તે સમયે આસેડા વળાંક પાસે અચાનક મારુતિ કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મારુતિ કાર પલટી ખાઈ જવા પામી હતી પલટી ખાતા ની સાથે જ મારુતિ કાર રોડની સાઈડમાં જાડીમાં જઈ અથડાઈ હતી આ અકસ્માતમાં મારુતિ કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચે હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને મારુતિ કારમાં સવાર ચાર લોકોને બહાર નીકાળી પ્રાઇવેટ વાહનમાં સારવાર અર્થે ડીસા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા
ડીસા તાલુકાના આસેડા ગામ પાસે મારુતિ કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
