આજરોજ ડીસા તાલુકાના વિઠોદર જાવલ ગામ વચ્ચે બોલેરો ગાડી અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડીસા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હાઈવે રસ્તા ઉપર વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાની મહામૂલી જિંદગી ગુમાવવાનો વારો આવે છે તો આ તરફ ગ્રામીણ વિસ્તારોમાં પણ રાત્રીના સમયે માર્ગ અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા તાલુકાના વિઠોદર અને જાવલ ગામ વચ્ચે પસાર થતા રસ્તા પર બોલેરો ગાડી અને પીકઅપ નાના વચ્ચે અકસ્માત સર્જાયો હતો રાજસ્થાન તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ ડાલા અને ડીસા તરફથી આવી રહેલ બોલેરો ગાડી સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઇ ન હતી અકસ્માતના પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી
ડીસા તાલુકાના વિઠોદર જાવલ ગામ વચ્ચે પીકપ ડાલુ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો
Tags:
#bolero car selling#Corona vaccination started at school#covid vaccination#covid vaccine#covid-19 vaccine#આજ ના સમાચાર ડીસા ના#ડીસા | વિઠોદર જાવલ ગામ વચ્ચે પીકપ ડાલુ અને બોલેરો ગાડી વચ્ચે..| An accident occurred | YHNI2021#ડીસા ના સમાચાર#ડીસા શહેર#ડીસા સીટી#બનાસકાંઠા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#શાળામાં COVID રસીકરણ શરૂ
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
