ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગ ના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો ને લઈને અત્યાર સુધી સૌથી વધુ અકસ્માતનો ભોગ બાઈક સવારો બન્યા છે જેમાં ક્યાંક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ક્યાંક લોકો મોતને ભેટી રહ્યા છે ક્યારે આવો જ એક અકસ્માત ડીસા તાલુકાના પમરૂ ત્રણ રસ્તા પાસે સર્જાયો હતો જેમાં ખેડા પાસે આવેલ બનાસડેરીમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા મેતુભા વાઘેલા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પમરું ચાર રસ્તા પાસે સ્વીફ્ટ કાર સાથે અકસ્માત નડયો હતો જ્યાં અકસ્માત સર્જાતા તેઓ રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ પણ પહોંચી હતી અને અકસ્માત ના પગલે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ડીસા તાલુકાના પમરું ત્રણ રસ્તા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત ની ધટના
Tags:
#Accident between a bike and a car near Pamru three road in Deesa taluka#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકાના પમરું ત્રણ રસ્તા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત ની ધટના#ડીસા ના આજના સમાચાર#ડીસા ના સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
