Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

થરાદની મુખ્ય નર્મદા નહેર સણધર પુલ નજીક બાળકો સાથે મહિલા તેમજ પ્રેમી ઇસમેં સામુહિક આપઘાત કર્યો હોવાની આશંકા

બનાસકાંઠા જીલ્લા ના થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે મહિલાએ જંપલાવ્યું હોવાની કોઈ સ્થાનિકે નગરપાલિકા ફાયરવિભાગને જાણ કરવામાં આવતાં પાલિકા ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી તરવૈયા સુલતાન મીર દ્વારા બે બાળકોના મૃતદેહ બહાર કઢાયા બાકીના લોકોની શોધખોળ હાથ ધરી છે ફાયરટીમના જણાવ્યા અનુસાર મળતી માહિતી મુજબ ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે સણધર ગામના પુલ નજીક મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે કોઈ દંપતી પરિવારે સામુહિક આપઘાત કર્યો છે તેવી જાણ કરતાં ફાયરટીમ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે વાવ તાલુકાના દેથળી ગામની મહિલા અને ધરાધરા ગામના ઇસમ સાથે પ્રેમ સંબંધ હોવાથી પરણિત મહિલા પોતાના સંતાનો સાથે મુખ્ય નર્મદા નહેર ઉપર આવી પ્રેમી સાથે આપઘાત કર્યો હોવાનું અનુમાન જણાઈ આવ્યું છે આથી સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કરી બે બાળકોના મૃતદેહોને પીએમ અર્થે થરાદ ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તરવૈયા દ્વારા આગળની શોધખોળ હાથ ધરવામાં આવી છે સામુહિક આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં જેમાં સૌકોઈના મોઢે અલગ અલગ પ્રકારના સવાલો થઈ રહ્યા હતા જેથી બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણમાં નિર્દોષ બાળકોની હત્યા થઈ છે જેથી લોકો મહિલા તેમજ ઇસમ સામે ફિટકાર વરસાવી રહ્યાં છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: