ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇ જે તે વિધાનસભાનો મજબૂત સંભવિત ઉમેદવાર પ્રસ્થાપિત કરવા સોશિયલ મીડિયામાં “સ્ટ્રો પોલ”નામની પોલિંગ વેબસાઈટ શરૂ થઈ છે.ડીસા માં વિધાનસભા ની ચૂંટણી લડવા માગતા સંભવિત ઉમેદવારો આ વેબસાઈટ ની લીંક સોશિયલ મીડિયા મારફતે વધુમાં વધુ ફેલાવો થાય તે રીતે પોતે તેમજ પોતાના સમર્થકો મારફતે વાયરલ કરી રહ્યા છે અને જેમાં પોતાને મત આપવાની અપીલ કરી રહ્યા છે. “સ્ટ્રો પોલ”નામની આ વેબસાઈટમાં અલગ અલગ વિધાનસભાના જે તે પક્ષના સંભવિત દાવેદારોના નામ હોય છે. જેની સામે વોટીંગ કરવામાં આવે છે અને વોટ કરનાર વ્યક્તિ તરત જ તેનું રિઝલ્ટ જોઈ શકે છે અને આ રીઝલ્ટના આંકડા તરત જ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપોમાં વાયરલ કરી શકે છે. જેથી કયા ઉમેદવાર ને કેટલા મત મળ્યા તેની ટકાવારી જોઈ શકાય છે. આથી પોતાનું નામ ટોપ ઉપર રહે તે માટે સંભવિત ઉમેદવારો સોશિયલ મીડિયામાં શક્તિ પ્રદર્શન કરી પોતાને વધુને વધુ મત મળે તે માટે પોતે જાતે અથવા પોતાના સમર્થકો દ્વારા આ લીંક નો વધુમાં વધુ ફેલાવો કરી પોતાને મત આપવા અપીલ કરી રહ્યા છે.જોકે વિધાનસભામાં હજુ ભાજપ કે કોંગ્રેસ પક્ષ દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે તે નક્કી નથી જ્યારે આમ આદમી પાર્ટી એ પણ હજુ રાજ્યમાં 19 ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે આવા એક્ઝિટ પોલ થકી પોતાનું નામ મોવડી મંડળમાં અગ્રસ્થાને રહે તેવા પ્રયાસો સંભવિત ઉમેદવારોએ શરૂ કર્યા છે. . . . .
વિધાનસભાની ચૂંટણી ને લઈ બનાસકાંઠામા શરૂ થયો “સ્ટ્રો પોલ” નો ટેન્ડ જોવા મળ્યો.
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
