Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

અમદાવાદ મ્યુનિસિપલ સામે 1500 જેટલા લોકોનું જન આંદોલન કરવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપાલિટીની હદમાં કેટલાક વિસ્તારો ભળ્યા બાદ પણ શહેરના વિસ્તારોની અંદર મુશ્કેલીઓનો અંત નથી આવતો. ગોતા વિસ્તારની અંદર સેવી સ્વરાજના રહીશો રહે છે ત્યારે 500થી વધુ ફ્લેટ આવેલા છે જ્યાં 1500થી વધુ પરીવારજનો રહે છે. જેમાં તેમના માટે ગટરના બદલે ખાળકુવાની વ્યવસ્થા છે. ફરજીયાત બોરનું પાણી પીવું પડે છે. ખાળકુવા વિકલ્પ હોવાથી સ્થાનિકો તેના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. મળતી માહિતી અનુસાર બિલ્ડર દ્વારા આ સુચારુ વ્યવસ્થા મળી રહે તેના માટે જરૂરી ફી પણ કોર્પોરેશનમાં જમા કરાવવામાં આવી છે પરંતુ આ સમસ્યાનો અંત નથી આવતો જેથી રવિવારે કોર્પોરેશન વિરુદ્ધ આ જનઆંદોલન સોસાયટીના રહીશો દ્વારા યોજવામાં આવશે.આ સાથે ગોદરેજ ગાર્ડન સિચીની અંદર પણ આ પ્રકારે તકલીફ રહીશોને થઈ રહી છે જેથી ગોદરેજ ગાર્ડન સિટીના રહીશો પણ આ આંદોલનમાં જોડાય તેવી શક્યતાઓ છે. મળતી માહિતી અનુસાર અહીં પણ ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ નર્મદાનું પાણી અને સુએજ કનેકશન જ નથી જેને લઈને રહીશોએ સોશિયલ મીડિયાની અંદર પત્રિકા પણ ફરતી કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ વિરોધ પણ આ મામલે નોંધાવશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: